અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણી, NSUI નો સપાટો, ABVP ના સૂપડાં સાફ


Updated: March 9, 2020, 5:38 PM IST
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણી, NSUI નો સપાટો, ABVP ના સૂપડાં સાફ
NSUIએ ભવ્ય જીત બાદ વિજયસરઘસ કાઢીને ઉજવણી કરી હતી.

8 બેઠક માંથી 6 બેઠક પર NSUI અને 2 બેઠકો પર ABVP ને મળી જીત.પરિણામ ન પચાવી શકનાર ભાજપના અને Abvpના નેતાઓએ કોંગ્રેસ-NSUI પર ગુંડાગર્દીનો આરોપ લગાવ્યો

  • Share this:
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) વિદ્યાર્થી સેનેટની (Students senate) આઠ બેઠકોની ચૂંટણીમાં (Election) ABVP કારમી હાર થઈ છે. આઠ બેઠકો માંથી 6 બેઠકો NSUIએ ભવ્ય વિજય મેળવ્યો છે જ્યારે ABVP માત્ર બે જ બેઠકો પર જીત મેળવી શકી છે. ચૂંટણીમાં કારમો પરાજય થતા ભાજપ-ABVPના નેતાઓએ કોંગ્રેસ-NSUI પર ગુંડાગર્દી કરી જીત મેળવી હોવાનો આક્ષેપ કર્યો છે.

NSUI મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો : ઋત્વિજ પટેલ

ABVP હાર થતા ABVPના કાર્યકરોમાં છન્નાટો છવાઈ ગયો હતો. ABVP પરંપરાગત ગણાતી અનેક બેઠકો NSUI કબજે કરી છે. વિધાર્થી સેનેટની ચૂંટણીના પરિણામો બાદ ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે બચાવ કરતાકૉંગ્રેસપર આક્ષેપ કર્યા હતા. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે NSUI મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો NSUI કોલેજો પર દબાણ કરીને મત મેળવ્યા હતા. મતદાર યાદી તૈયાર કરવામાં પણ કોલેજો પર દબાણ કરાયું હતું.

આ પણ વાંચો :  ખેડૂતો સાવધાન! હવામાન વિભાગે કરી આગાહી, 10-11 માર્ચના રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ

ABVP માત્ર કાગળ પરનું સંગઠન : જયરાજસિંહ પરમાર

NSUIની જીત થતા NSUIએ ભવ્ય ઉજવણી કરી હતી dઅને ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢ્યું હતું. ભાજપના સિન્ડિકેટ સભ્ય પંકજ શુકલાએ પણ કૉંગ્રેસપર ધાક ધમકી આપીને જીત મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ABVPની હાર થતા કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ABVP માત્ર કાગળ પરનું સંગઠન છે.આ પણ વાંચો : વડોદરા બગલામુખી વિવાદ : તાંત્રિક પ્રશાંતને પોલીસના 'સાનિધ્ય'માં ફરી છાતીમાં દુ:ખાવો ઉપડ્યો

વિદ્યાર્થી સેનેટની આઠ ફેકલ્ટીના પરિણામ પર નજર

  • PGઆર્ટ્સમાં NSUIના રોનકસિંહ સોલંકીનો વિજય

  • લો ફેકલ્ટીમાં NSUIના કુંવર હર્ષાદિત્યસિંહ પરમારનો વિજય

  • પીજી કોમર્સમાં NSUIના રાહુલ થડોદનો વિજય

  • બીએડ ફેકલ્ટીમાં NSUIના શુભમ તિવારીનો વિજય

  • યુજી સાયન્સમાં NSUIના દક્ષ પટેલનો વિજય

  • યુજી આર્ટ્સમાં NSUIના રાજદીપસિંહ પરમારનો વિજય

  • યુજી કોમર્સમાં ABVPના ઝવેર દેસાઈનો વિજય

  • પીજી સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો વિજય 
First published: March 9, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading