Home /News /madhya-gujarat /

Innovation: ગુજરાત યુનિવર્સિટીની Ph.dની સ્ટુડન્ટની કમાલ, બનાવ્યું પોર્ટેબલ વૉટર પ્યુરિફાઇર

Innovation: ગુજરાત યુનિવર્સિટીની Ph.dની સ્ટુડન્ટની કમાલ, બનાવ્યું પોર્ટેબલ વૉટર પ્યુરિફાઇર

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિની લિપિનું સંશોધન ખૂબ ઉપયોગી પુરવાર થાય તેવું છે.

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પીએચડીનો (Phd) અભ્યાસ કરતી લિપિ પૂજારાએ (Lipi Pujara) બનાવેલું આ ડિવાઇસ કમાલનું છે. તમે એને બેગમાં સાથે લઈ જઈ શકો છો.

અમદાવાદ : આમ તો ઘરમાં કે ઓફિસમાં તમે પીવાનું શુદ્ધ પાણી પીવા માટે આર. ઓ. (RO) સિસ્ટમ કે વોટર પયુરિફાયર (Water Purifier)  લાગેલું તો તમે જોયું હશે. પણ શું આ પ્યુરિફાયર કે આર.ઓ. સિસ્ટમ બહારગામ લઈ જવું હોય તો. તો સૌને લાગે કે એ અશક્ય છે. પણ ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University)  PHdની વિધાર્થીનિએ આ વાતને શક્ય કરી બતાવી છે. આ વિધાર્થીનિએ કમાલનું ઓર્ગેનિક પોર્ટેબલ વૉટર પ્યુરિફાઇર ડિવાઇસ બનાવ્યું છે. એટલે હવે તમે કોઈપણ જગ્યાએ જાઓ પીવાના શુદ્ધ પાણી માટે ફાંફા નહિ મારવા પડે.

આ ડિવાઇસ તમને આપશે  પીવા લાયક શુદ્ધ પાણી.  ગુજરાત યુનિવર્સિટીની બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પીએચડીનો અભ્યાસ કરતી લિપિ પૂજરા નામની વિધાર્થીનીએ ઓર્ગેનિક પોર્ટેબલ વૉટર પ્યુરિફાઇર બનાવ્યું છે. આર.ઓ કે અન્ય ફિલ્ટરની ડિવાઇસમાં પાણી શુદ્ધ થાય તે પ્રમાણે આ પોર્ટેબલ ડીવાઈસમાં પણ પાણી શુદ્ધ થાય છે. તેમજ એક પેટનટેબલ મટીરીયલ વાપરેલુ છે જે પાણીમાં રહેલા હાનિકારક બેકેટેરિયા દૂર કરી પાણી પીવાલાયક શુદ્ધ બનાવે છે.

આ પણ વાંચો : JEE Main: જેઈઈ મેઈન 2022ના એપ્રિલે સેશનની તારીખો બદલાઈ, ફટાફટા ચેક કરો નવું ટાઇમટેબલ

બેગમાં સાથે લઈને ફરી શકાય એવું પોર્ટેબલ ડીવાઈસ

બેગમાં સાથે લઈને ફરી શકાય તેવું આ ડીવાઈસ હજુ સુધી કોઈએ બનાવ્યું નથી. આ ડિવાઇસ તેમજ તેમાંથી નીકળતા પાણીની ગુણવત્તા લેબમાં ચકસવામાં આવી છે.

લિપિ જણાવે છે કે ડિવાઇસની વિશેષતા એ પણ છે કે ઇલેકટ્રીસીટી કે UV લાઈટ વગર પાણીમાં રહેલા હાનિકારક બેકેટેરિયા મારે છે


લિપિ જણાવે છે કે ડિવાઇસની વિશેષતા એ પણ છે કે ઇલેકટ્રીસીટી કે UV લાઈટ વગર પાણીમાં રહેલા હાનિકારક બેકેટેરિયા મારે છે. આ ડીવાઈસ દ્વારા અશુદ્ધ પાણી પીવાથી કે તેના ઉપયોગથી થતા ટાઇફોઇડ કે કોલેરા જેવા પાણીજન્ય રોગોથી બચી શકાય છે.

ટ્રેકિંગમાં ગઈ ત્યારે વિચાર આવ્યો

આ ડિવાઇસને અત્યારે પેટન્ટ કરવા માટે પણ મુકવામાં આવ્યું છે જે બાદ આ ડીવાઈસ ખૂબ જ સરળતાથી બજારમાંથી મળી શકશે. લિપિએ જણાવ્યું કે જ્યારે તે ટ્રેકિંગમાં ગઈ હતી ત્યારે પીવાલાયક પાણી મળવામાં મુશ્કેલી પડી ત્યારે તેને આ ડીવાઈસ બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ તેણે ડીવાઇસ બનાવવાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો : HPCL Recruitment : એચપીસીએલમાં 1, 80,000 સુધીના પગારની નોકરી, અહીંથી કરો અરજી

યુનિવર્સીટીની લેબોરેટરીમાં ટેસ્ટ કર્યો

આ ડીવાઈસ તૈયાર થયા બાદ ગુજરાત યુનિવર્સીટીની લેબોરેટરીમાં ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટિંગના રિપોર્ટને  ડિપાર્ટમેન્ટના HOD એપૃવલ આપ્યો. પહેલા ગામડામાં કોલસા અને અન્ય પદાર્થના ઉપયોગ કરી પાણી શુદ્ધ કરવામાં આવતું હતું તે જ ટેક્નિલોજીમાં લિપીએ અપડેટ કરીને આ ડીવાઈસ બનાવ્યુ છે.

લેબમાં સંશોધન કરી રહેલી છાત્રા લિપિ


મહત્વનુ છે કે આ પોર્ટેબલ ડિવાઇસમાં 500 લીટર પાણી શુદ્ધ કરી શકાય છે જે બાદ પાણીનો ફલૉ ઘટે છે જેથી ડીવાઈસને રિફિલ કરવુ પડશે તેવો ખ્યાલ આવે છે.
Published by:Jay Mishra
First published:

Tags: Research સંશોધન, અમદાવાદ, કેરિયર, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર