ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ વેલ્ફેર અને સિન્ડિકેટ મેમ્બરે ચાર્જ સંભાળ્યો, સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ વેલ્ફેર અને સિન્ડિકેટ મેમ્બરે ચાર્જ સંભાળ્યો, સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ
ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ વેલ્ફેર અને સિન્ડિકેટ મેમ્બરે ચાર્જ સંભાળ્યો, સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

નવા નિમણુક થયેલ સેનેટ સભ્યો અને સિન્ડિકેટ મેમ્બરોના સ્વાગતમાં ભીડ ઉમટી

  • Share this:
અમદાવાદ : કોરોના મહામારીને કારણે લોકોને નિયમોના પાલનનું ગાઇ વગાડીને કહેવામાં આવે છે છતાં લોકો ભાન ભૂલી રહ્યા છે. આવું જ કંઈક ગુજરાત યુનિવર્સિટીમાં પણ જોવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં જ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરની નિમણુંક કરાઇ છે. આ નિમણુંક બાદ વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો અને નવા નિમણુક પામેલા સેનેટ વેલ્ફેર અને સિન્ડિકેટ મેમ્બરે ચાર્જ સંભાળ્યો છે. જોકે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશતાની સાથે જ અહીં સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું હતું.

કોરોનાના કેસ ભલે ઘટ્યા હોય પરંતુ કોરોના હજુ ગયો નથી. એટલે નિયમોનું પાલન અવશ્ય કરવું પડશે. કારણ કે હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. એટલે બધાએ નિયમોના પાલન માટે જાગૃત થવું પડશે. તેવી સૂચના અવારનવાર આપવામાં આવે છે. જોકે થોડા દિવસ પૂર્વે જ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના 20 સેનેટ વેલ્ફર અને સિન્ડિકેટ મેમ્બરની નિમણુક કરવામાં આવી હતી. તેમની નિમણુક કરાયા બાદ કુલપતિના હસ્તે તમામને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશતાની સાથે જ સરસ્વતી માટેની પૂજા કરવામાં આવી હતી. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ના હતું.આ પણ વાંચો - કોરોનાની ત્રીજી લહેર પહેલા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં, 0 થી 5 વર્ષના બાળકોનું સર્વેલન્સ

ત્યારબાદ યુનિવર્સિટીના સિન્ડિકેટ હોલમાં તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. નિમણુક થયેલા સભ્યોની સાથે વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલ જ્યારે જાહેર કાર્યક્રમ કરવામાં મંજૂરી આપવામાં આવતી નથી. તેવામાં નિમણુક પત્ર માટે આવેલ સભ્યો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો હાજર રહી નિયમોને નેવે મુક્યા હતાં.
Published by:Ashish Goyal
First published:June 08, 2021, 17:36 pm

ટૉપ ન્યૂઝ