Home /News /madhya-gujarat /

Gujarat Universityમાં સિક્યુરિટીમાં ગેરરીતિ મામલે વિજિલન્સ ટીમના ધામા, 2 વર્ષ અગાઉ થયેલી ફરિયાદની તપાસ શરૂ

Gujarat Universityમાં સિક્યુરિટીમાં ગેરરીતિ મામલે વિજિલન્સ ટીમના ધામા, 2 વર્ષ અગાઉ થયેલી ફરિયાદની તપાસ શરૂ

ગુજરાત યુનિવર્સિટી ફાઈલ તસવીર

Gujarat university security scam: બે વર્ષ અગાઉ ખાનગી સિક્યુરિટી કંપની (Private security company)152 ગાર્ડની જગ્યાએ 36 ગાર્ડ રાખી લેબર લોનો (labor law break) ભંગ કરતી હોવાની ફરિયાદ થઈ હતી.

Ahmedabad news:  રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) સિક્યુરિટી એજન્સીમાં (Security Agency) ગેરરીતિ મામલે વિજિલન્સ (Vigilance) તપાસ શરૂ થઈ છે. બે વર્ષ અગાઉ ખાનગી સિક્યુરિટી કંપની (Private security company)152 ગાર્ડની જગ્યાએ 36 ગાર્ડ રાખી લેબર લોનો ભંગ કરતી હોવાની ફરિયાદ થઈ હતી. જેને લઈ હવે રાજ્યની વિજિલન્સ ટીમ (Vigilance team) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સીટીમાં ખાનગી કંપનીની સિક્યુરિટી કેટલાય વર્ષોથી છે. સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ રાખવામાં આવે  છે અને પુરા ગાર્ડના પગાર લેવામાં આવે છે ઉપરાંત સિક્યુરિટી એજન્સી માટે કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સીટીના સત્તાધીશોની  સંડોવણી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી.  જે મામલે 2વર્ષ બાદ ઉચ્ચ શિક્ષણ કમિશન અને વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરીયાદી યુથ કોંગ્રેસના નેતા ડૉ. સુભાન સૈયદે 8 જુલાઈ 2019ના રોજ ગુજરાત યુનિવર્સીટીમાં ટેન્ડર પ્રક્રિયાથી ચાલી રહેલ ખાનગી કંપનીની સિક્યુરિટી સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે આ સિક્યુરિટી દ્વારા ચોપડે 152 ગાર્ડ બતાવવામાં આવ્યા છે જેમાં મહિલા અને ગન મેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની સામે માત્ર 36 ગાર્ડ જ રાખવામાં આવ્યા છે. 36ગાર્ડને પણ 24 કલાક નોકરી કરાવવામાં આવે છે.  જે માનવધિકાર અને લેબર લૉ ના નિયમ વિરુદ્ધ છે.

આ પણ વાંચોઃ-OMG! 5 વર્ષની દીકરીના રમકડામાં માતાને મળ્યા રૂ.20 હજાર! પૂછતા છોકરીએ આપ્યો આવો જવાબ

ઉપરાંત 3 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા થતી નથી જેમાં ગુજરાત યુનિવર્સીટીના એસ્ટેટ અધિકારીઓની સંડોવણી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. સિક્યુરિટી એજન્સી દ્વારા 14 થી 16 હજાર પગાર આપવાની જગ્યાએ 10 થી 12 હજાર જ પગાર આપવામાં આવે છે. ગાર્ડના બેન્ક એકાઉન્ટ પણ તેમને આપવામાં આવતા નથી તેમના ખાતામાં પૈસા આવે તે એજન્સી દ્વારા સીધો ઉપાડી લેવામાં આવે છે, આમ સિક્યુરિટી એજન્સી અને યુનિવર્સીટીના કેટલાક અધિકારીઓ દ્વારા ગેરીરીતિ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-OMG! કારમાં બેઠેલી વૃદ્ધાને આંગળી કરવી યુવકને ભારે પડી, થયો જેલ ભેગો

તેમણે જણાવ્યું કે 2009થી ખાનગી સિક્યુરિટીને ટેન્ડર આપવામાં આવે છે, અત્યારે પણ ટેન્ડર પ્રક્રિયા વિના અગાઉની ટેન્ડર એકસ્ટેન્ડ કરી આપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીની જગ્યાએ GISF જે સરકારી એજન્સી છે તેને સિક્યુરિટી ની જવાબદારી સોંપવામાં આવે તેવી મારી માંગણી છે જેથી ગેરરીતિ બંધ થાય. આ મામલે ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેઓ પાસેથી કોઈ ઉત્તર મળી શક્યો નથી.

આ પણ વાંચોઃ-Narmada: લગ્નમાં જાન આવી પણ વરરાજા નહીં, રાઠોડ પરિવારે દીકરીને ખાંડુ પ્રથાથી સાસરી વળાવી

મહત્વનું છે કે થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટીમા વર્ષ 2006થી 2012માં વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતા પણ પરિક્ષા ખર્ચમા અધધ વધારો થતા યુનિવર્સિટી સામે ફરિયાદ ને લઈ  10 વર્ષ બાદ વિજિલન્સની ટીમે ગુજરાત યુનિવર્સીટીમાં તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે 2 વર્ષ અગાઉ થયેલી ફરિયાદ મામલે પણ વિજિલન્સ ટીમે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarat University's, Gujarati News News

આગામી સમાચાર