Home /News /madhya-gujarat /ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેશર યોગેન્દ્ર વ્યાસે પત્ની સાથે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું કારણ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેશર યોગેન્દ્ર વ્યાસે પત્ની સાથે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું કારણ
મૃતક પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ અને તેમના પત્ની અંજના વ્યાસની ફાઈલ તસવીર
Ahmedabad crime news: મૃતક યોગેન્દ્ર વ્યાસ (Yogendra Vyas ex Professor Gujarat University) છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બીમારીથી (Kidney disease) પીડાતા હતા અને તેમના પત્ની અંજના વ્યાસ પણ કેન્સર (Cancer) સામે ઝઝૂમી રહ્યા હતા. બન્ને વૃદ્ધ પતિ પત્નીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ (suicide note) લખી હતી આત્મહત્યાનું સ્પષ્ટ કારણ જણાવ્યું હતું.
અમદાવાદઃ અમદાવાદ શહેરના (Ahmedabad news) સેટેલાઇટ વિસ્તારમાં (Satellite) આવેલા સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં (Saraswati Housing Society) વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈને (old age couple commits suicide) આત્મહત્યા કરી છે. જેમાં મરણ જનાર વૃદ્ધ યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી (Yogendra Vyas ex Professor Gujarat University) ચૂક્યા છે અને તેઓની પત્ની અંજના વ્યાસ જે છે તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની (Cancer) બીમારીથી પીડાતા હતા અને યોગેન્દ્ર વ્યાસ પણ પોતે કિડનીની બીમારીથી (Kidney disease) પીડાતા હોવાનું પોલીસ (police) તપાસમાં સામે આવ્યું છે.
શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની (Satellite police station) હદમાં આવેલા સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતિએ આપઘાત કર્યો છે. પ્રાપ્ત થયેલ વિગત મુજબ મૃતક યોગેન્દ્ર વ્યાસ છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેમના પત્ની અંજના વ્યાસ પણ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
બન્ને વૃદ્ધ પતિ પત્નીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ (suicide note) લખી હતી જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ બીમારીથી કંટાળી ગયેલા હતા અને ઘણી બધી દવાઓ કરી ઘણા બધા યોગ પણ કર્યા તે છતાંય તેમની શારીરિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી જેથી આખરે કંટાળીને તેઓ મોતને વ્હાલું કરી રહ્યા છે.
આ શબ્દો છે સ્યુસાઈડમાં નોટમાં નિવૃત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસના કે જેમણે આજે પોતાના જુના મકાનમાં આપઘાત કર્યો છે. યોગેન્દ્ર વ્યાસ ની કારકિર્દી પર નજર કરીએ તો 1957માં એસ.એસ.સી. 1961માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. 1963માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. 1969માં પીએચ.ડી. થયા હતા.
બાદ તેઓ 1963થી 1966 સુધી એમ. એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય રહ્યા. 1966થી 1968 સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને 1968-69માં ત્યાં જ આચાર્ય રહ્યા.
1969થી 1980 સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા અને 1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર હતા. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણેક બાગ સોસાયટીમાં એક વૃદ્ધ દંપતિ પોતાના પુત્ર સાથે રહેતા હતા.
પરંતુ ઘણા સમયથી બન્ને વૃદ્ધ દંપતી બીમારીથી પીડાતા હતા, થોડા સમય પહેલા એક સર્જરી પણ કરવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ સેટેલાઈટ પોલીસે તમામ જરૂરી પુરાવા એકત્ર કરીને સુસાઈડ નોટને પણ કબ્જે લીધી છે ત્યારે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.