કોરોના કાળમાં વિદ્યાર્થીઓની તંગી! ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં 50 ટકાથી વધુ બેઠકો ખાલી


Updated: August 5, 2020, 9:13 PM IST
કોરોના કાળમાં વિદ્યાર્થીઓની તંગી! ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં 50 ટકાથી વધુ બેઠકો ખાલી
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની સીધી અસર યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પર પડી છે. અને કોરોનાના કારણે આર્થિક તંગીનો સામનો વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

  • Share this:
અમદાવાદઃ સામાન્ય રીતે નોકરી માટે સેલ્સમૅન જોઈએ છે, મેનેજર જોઈએ છે  એવી જાહેર ખબર અપાતી હોય છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ચાલી રહેલી એડમિશન પ્રક્રિયાને (Admission process) જોતા આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ જોઈએ છે તેવી જાહેર ખબર આપવી પડે તો નવાઈ નહિ. કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી એડમિશન પ્રક્રિયામાં બેઠકો ભરવા વિદ્યાર્થીઓ મળી રહ્યા નથી. જેના પગલે 50 ટકાથી વધુ સીટો ખાલી રહેવા પામી છે. વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફોર્મ કર્યા બાદ ફી નથી ભરી. એટલે સ્પષ્ટ છે કે કોરોનાની (corona effect) સીધી અસર યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પર પડી છે. અને કોરોનાના કારણે આર્થિક તંગીનો સામનો વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા બાદ નિયમોને ધ્યાને રાખી ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયા શરૂ તો કરી. પણ એડમિશન લેવામાં વિદ્યાર્થીઓ ની ઉદાસીનતા જોવા મળી રહી છે. યુનિવર્સિટી એડમિશન પ્રક્રીયામાં કોમર્સ સહિતના કોર્સમાં 50 ટકાથી વધુ સીટો ખાલી રહી હોવાનું સામે આવ્યુ છે. બીકોમ, બીબીએ, બીસીએ સહીતના કોર્સમાં ગુજરાત બોર્ડની 36669 સીટો પૈકી ફક્ત 13 હજાર વિદ્યાર્થીઓએ ફી ભરી છે.

આ પણ વાંચોઃ-Corona મહામારી વચ્ચે વીમા પોલીસી ખરીદનારા લોકો માટે ખુશખબરી! IRDAએે આપી આવી મંજૂરી

CBSCમાં 4 હજારમાંથી પણ ફક્ત 1131 વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. કોમર્સ ફેકલ્ટી ના ડીન જશવંત ઠક્કર જણાવે છે કે BCom અને BSc માટે એડમિશનને લઈ સ્થિતિ ખરાબ છે. લોકડાઉનના સમય બાદ વિદ્યાર્થીઓમાં એડમિશનને લઈ સુસ્તી જોવા મળી છે.

આ પણ વાંચોઃ-આ છે કળિયુગની 'શબરી'! 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર માટે 28 વર્ષથી કર્યો હતો અન્નનો ત્યાગ

પ્રથમ રાઉન્ડના અંતે આ સ્થિતિ છે. એડમિશન કન્ફોર્મની ઓનલાઇન માત્ર 500 રૂપિયા ફી છે. જે પણ અડધાથી વધુ વિદ્યાર્થીઓ ભરવામાં ઉદાસીન છે. જેથી 17મી તારીખે બીજો રાઉન્ડ એડમિશન પ્રક્રિયાનો કરવામાં આવશે.  અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ કરાશે ત્યારબાદ ખાલી સીટોનું ચિત્ર ક્લિયર થશે.આ પણ વાંચોઃ-Microsoftના સંસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું કે ક્યારે બજારમાં આવશે વેક્સીન અને ક્યારે ખતમ થશે Coronavirus

મહત્વનું છે કે કોમર્સ સહિત સાયન્સ અને આર્ટ્સમા પણ આ જ પ્રકારની પરિસ્થિતી જોવા મળી રહી છે. સાયન્સમાં પણ 13 હજાર સીટોની સામે ફક્ત અઢારસો સીટો પર જ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે.

તેમાં પણ મેડિકલ અને પેરામેડિકલમાં એડમિશન શરૂ થતા સીટો ખાલી થશે. સાયન્સ ફેકલ્ટીની આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં સાયન્સની બેથી ત્રણ કોલેજો ને તાળા વાગી જાય તેવી સ્થિતિ છે.
Published by: ankit patel
First published: August 5, 2020, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading