Home /News /madhya-gujarat /

આવી વ્યવસ્થા? પરીક્ષા સમયે જ ગુજરાત યુનિવર્સિટીએ દરવાજા બંધ રાખતા વિદ્યાર્થીઓ અટવાયા

આવી વ્યવસ્થા? પરીક્ષા સમયે જ ગુજરાત યુનિવર્સિટીએ દરવાજા બંધ રાખતા વિદ્યાર્થીઓ અટવાયા

યુનિવર્સિટી એ પાંચમાંથી એકજ ગેટ ખુલ્લો રાખતા વિદ્યાર્થીઓ એ દૂર દૂર સુધી ફરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડ્યું હતું.

યુનિવર્સિટી એ પાંચમાંથી એકજ ગેટ ખુલ્લો રાખતા વિદ્યાર્થીઓ એ દૂર દૂર સુધી ફરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડ્યું હતું.

અમદાવાદ : આમ તો ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. ફરી એકવાર યુનિવર્સિટીનું તંત્ર વિવાદમાં સપડાયું  છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીની 3 અને 5 સેમિસ્ટરની પરીક્ષા શરૂ થઈ છે. પરંતુ પરીક્ષાને લઈ યુનિવર્સિટી ની ગેરવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પાસેનો જ મુખ્ય ગેટ બંધ રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. એટલું જ નહીં બંધ ગેટ પર કોઈ ગાર્ડ પણ હાજર ન હોઈ વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુનિવર્સિટી એ પાંચમાંથી એકજ ગેટ ખુલ્લો રાખતા વિદ્યાર્થીઓ એ દૂર દૂર સુધી ફરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીમાં 3 અને 5માં સેમિસ્ટરની પરીક્ષા શરૂ થઈ છે. કુલ 65 હજારમાંથી 35 હજાર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે. જ્યારે 29 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવાના છે.  પરંતુ પરીક્ષાના પહેલા દિવસે જ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરવ્યવસ્થા જોવા મળી હતી. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા.



યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સેન્ટર પાસેના મુખ્ય દરવાજા બંધ રાખવામાં આવતા વિદ્યાર્થીઓએ કેવી રીતે અને ક્યાંથી યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો તે મુશ્કેલી પડી હતી. યુનિવર્સિટી પોતે જ ઓફલાઈન પરીક્ષા લઈ રહ્યું છે છતાંય આવો ગેરવહીવટ જોવા મળ્યો હતો. પરીક્ષા આપવા આવેલા  વિદ્યાર્થીઓમાં આવી ગેરવ્યવસ્થા સામે નારાજગી જોવા મળી હતી.



જોકે, વિદ્યાર્થીઓની આ મુશ્કેલીઓ સામે સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને પડી રહેલી આ મુશ્કેલી પહેલી વારની વાત નથી. યુનિવર્સિટીમાં ચાલતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સમયે પણ ગેટ બંધ રાખવામાં આવતા વિદ્યાર્થીઓ દિવાલો કૂદીને પ્રવેશ કરતા હતા. પરંતુ જ્યારે યુનિવર્સિટી પોતે પરિક્ષા લેતી હોય ત્યારે પણ  ગેટ ખોલવામાં નહિ આવતા વિવાદ થયો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, COVID-19, અમદાવાદ, ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन