Home /News /madhya-gujarat /

ગુજરાત યુનિ.નાં પ્રોફેસરે અભદ્ર માંગણી કર્યાનો બે વિદ્યાર્થિનીઓને આક્ષેપ

ગુજરાત યુનિ.નાં પ્રોફેસરે અભદ્ર માંગણી કર્યાનો બે વિદ્યાર્થિનીઓને આક્ષેપ

અભદ્ર માંગણી કરનાર પ્રોફેસરની ફાઇલ તસવીર

અમદાવાદનાં શિક્ષણ જગતમાં શિક્ષકે અભદ્ર માંગણી કર્યાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓએ કર્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

    સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદનાં શિક્ષણ જગતમાં શિક્ષકે અભદ્ર માંગણી કર્યાનો આક્ષેપ વિદ્યાર્થિનીઓએ કર્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખ્યાતનામ ગુજરાત યુનિવર્સિટીની બે વિદ્યાર્થિનીઓએ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર પર આરોપ લગાવ્યો છે કે તે તેમની પાસે અભદ્ર માંગણીઓ કરતા હતાં. આ અંગે તેમણે યુનિવર્સિટી તંત્રને પણ જાણ કરતો ઇમેઇલ લખ્યો છે. આજે વિદ્યાર્થિઓનાં સમર્થનમાં એબીવીપી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરીને ડિપાર્ટમેન્ટ હેડને આવેદનપત્ર પણ આપ્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદ: 'જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ફોટા વાયરલ કરીશ'

    50 જેટલા એબીવીપી દ્રારા વિરોધ પ્રદર્શન કરીને આવેદન આપતાં તેમણે ડિપાર્ટમેન્ટ હેડને જણાવ્યું હતું કે, 'જો તમે આ અંગે યોગ્ય અને જલ્દી પગલા નહીં લો તો અમે મોટું આંદોલન કરીશું.' ડિપાર્ટમેન્ટ હેડે પણ તેમને સાંત્વના આપતા કહ્યું હતું કે, 'તેઓ આ કેસને યોગ્ય ન્યાય આપશે, આ વિદ્યાર્થિઓને ન્યાય જરૂરથી મળશે. અમે વૂમન સેલને પણ આ અંગે જાણ કરી દીધી છે.'

    આ પણ વાંચો: ભ્રષ્ટાચારના આરોપ બાદ ઉ. ગુજરાત યુનિ.નાં કુલપતિને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા

    વડોદરામાં શિક્ષકે સગીરા પર દુષ્કર્મ કર્યું

    આ પહેલા પણ વડોદરામાં આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આરોપી શિક્ષક સગીરા વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સગીરાને અમદાવાદ અને પાદરાની હોટલોમાં લઈ ગયો હતો. આરોપી એલેમ્બિક સ્કુલમાં શિક્ષક હતો. અને પોતે પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ પણ ચલાવતો હતો. સ્કુલ ઉપરાંત ટ્યુશન ક્લાસમાં બાયોલોજી વિષય ભણવા આવતી 6 વિદ્યાર્થિનીઓના પણ પોલીસ નિવેદન લેવાના બાકી છે. શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક સુખ માણવાની સાથે સગીરા પાસે અનેક વખત વોટ્સએેપ ઉપર તેના નગ્ન ફોટા મંગાવતો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन