'મારી પાસે પૈસા નથી'નું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ રાખશે હવે સ્વાઇપ મશીન

News18 Gujarati
Updated: September 16, 2019, 3:14 PM IST
'મારી પાસે પૈસા નથી'નું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ રાખશે હવે સ્વાઇપ મશીન
પ્રતિકાત્મક તસવીર

એક બહાનું તો ગુજરાતીઓનાં મોંમાંથી પહેલું જ આવે કે મારી પાસે આટલા બધા પૈસા નથી. કે આ પૈસા મારા જરૂરી કામ માટે રહેવા દીધા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ભરવો ન પડે તે માટે મોટાભાગનાં ગુજરાતીઓએ બધી જ તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા દિવસે લોકોએ હેલમેટની ખરીદી કરી હતી જેના કારણે બજારોમાં ભીડ જામી હતી. આ ઉપરાંત પીયુસી સર્ટિફિકેટ માટે પીયુસી સેન્ટરો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. પરંતુ એવા પણ ઘણાં ગુજરાતીઓ છે જેઓ આ મસમોટો દંડ ન આપવા માટે હજી તૈયારી નથી કરી. તેમની પાસે અનેક બહાના છે. એક બહાનું તો ગુજરાતીઓનાં મોંમાંથી પહેલું જ આવે કે મારી પાસે આટલા બધા પૈસા નથી. કે આ પૈસા મારા જરૂરી કામ માટે રહેવા દીધા છે. તો ટ્રાફિક પોલીસ પાસે હવે એનો પણ જવાબ તૈયાર જ છે. આ માટે હવે ટ્રાફિક પોલીસ પણ point Of Sale મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરી દંડની વસૂલાત કરી શકે છે.

આ પણ વાંચો : સુરતમાં કાપડ ભરીને જતા ટ્રકને પોલીસે રૂપિયા 5000નો દંડ ફટકાર્યો

આ અંગે ટ્રાફિક પોલીસ પ્રમાણે, પહેલા ટ્રાફિકનાં નિયમો તોડવા પર કેસમાં દંડ વસૂલવામાં આવતો હતો. જેનાથી ઘણીવાર પોલીસ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતા હતા. આ વાતને ધ્યાનમાં લેતા ટ્રાફિક પોલીસ પોતાની પધ્ધતિને આધુનિક બનાવવા માંગે છે. એટલે દરેક વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાય છે. આ માટે 500થી વધારે કાર્ડ સ્વાઇપ મશીન લેવામાં આવશે. મશીન દ્વારા સ્પોટ ફાઇન લોકેશન રાખવામાં આવશે. સૌ પ્રથમ આ ટેકનીક અમદાવાદમાં અજમાવવામાં આવશે. અહીં સફળ થયા બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્વાઇપ મશીનો દ્વારા પેમેન્ટ લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : રાજકોટમાં ટ્રાફિક નિયમોનો વિરોધ, 'શું સીએમજી, હેલ્મેટ પહેરવાથી યમરાજ નજીક નહીં આવે?'

વર્ષ 2019માં કયા વાહનો કેટલો દંડ ચૂકવ્યો

ટુ વ્હિલર - 9.14 કરોડ રૂપિયાથ્રી વ્હિલર - 1.77 કરોડ રૂપિયા

ફોર વ્હિલર - 2. 86 કરોડ રૂપિયા

સિક્સ વ્હિલર - 19.20 લાખ રૂપિયા
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading