હેલ્મેટ બાદ હવે સીટ બેલ્ટનો કાયદો પણ કડક, જાણી લો નહીં તો થશે મસમોટું નુકશાન

News18 Gujarati
Updated: February 6, 2020, 8:25 AM IST
હેલ્મેટ બાદ હવે સીટ બેલ્ટનો કાયદો પણ કડક, જાણી લો નહીં તો થશે મસમોટું નુકશાન
ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો દંડની સાથે આઈપીસીની કલમ 279 હેઠળ રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા સુધીના કડક પગલાં ભરવાની તૈયારી દાખવી છે.

ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો દંડની સાથે આઈપીસીની કલમ 279 હેઠળ રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા સુધીના કડક પગલાં ભરવાની તૈયારી દાખવી છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં થોડા સમયથી ટ્રાફિકનાં નિયમોને (Traffic rules) કડક બનાવીને મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલ હેલ્મેટને (Helmet) પણ ફરીથી ફરજિયાત પણ બનાવી દેવામાં આવી છે. આ સાથે તમામ કાર ડ્રાઇવ કરનારા માટે સીટ બેલ્ટ તો ફરજિયાત છે. પરંતુ તેની સાથે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો દંડની સાથે આઈપીસીની કલમ 279 હેઠળ રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા સુધીના કડક પગલાં ભરવાની તૈયારી દાખવી છે. આ કાયદાનું પાલન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) આ અંગેની ઝુંબેશ પણ શરૂ કરશે.

આ અંગે ટ્રાફિકનાં ડીસીપી પ્રમાણે, 'ફોર વ્હીલર્સનાં અકસ્માતોમાં મોટાભાગનાં કિસ્સામાં ફ્રન્ટ પેસેન્જરે જ્યારે સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો તેને સૌથી વધુ ઈજા થતી હોય છે. એટલે આ રીતે પ્રવાસીની ઈજાની જવાબદારી પણ ડ્રાઈવ કરનારની જવાબદારી હોય છે. તે ન્યાયે હવે જો પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો ડ્રાઈવ કરનાર પર ગુનો નોંધવાનું શરૂ કરાશે.'

આ પણ વાંચો : રાજ્યમાં આવતા વર્ષથી ઍકડેમિક પેટર્નમાં ફેરફાર કરાતા ધો.10 - 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે

જો ફ્રન્ટ પેસેન્જરે સીટબેલ્ટ પહેર્યો નહીં હોય તો બે નિયમો મુજબ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવશે. MV એક્ટ IPC 279 પ્રમાણે પહેલી વાર પકડાશો તો દંડ 500 રૂપિયા થશે જ્યારે બીજી વારમાં 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ સાથે આરોપી ડ્રાઈવરને છ માસ સુધીની કેદ અને 1000 દંડ પણ થઇ શકે છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 6, 2020, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading