નર્મદા, નવસારી અને પોરબંદરમાં મેડિકલ કૉલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાશે 

News18 Gujarati
Updated: October 11, 2019, 6:39 PM IST
નર્મદા, નવસારી અને પોરબંદરમાં મેડિકલ કૉલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાશે 
પ્રતીકાત્મક તસવીર

હાલ રાજ્યનાં 33 જિલ્લાઓ પૈકી 19 જિલ્લાઓમાં કુલ-29 મેડીકલ કૉલેજો કાર્યરત છે. રાજ્યમાં આ 500 બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત 6000થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

  • Share this:
નર્મદા, નવસારી અને પોરબંદરમાં નવી મેડિકલ કૉલેજો (Medical Colleges) શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાશે ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યુ છે કે, રાજયમાં પ્રજાજનોને આરોગ્યા સવલતોનો વ્યાડપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધત થાય તે માટે રાજય સરકારે અનેકવિધ પગલા લીધા છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા દેશના 75 (districts) જિલ્લાઓમાં કે જ્યાં મેડિકલ કૉલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે તેમાં ગુજરાતના પાંચ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા આકાંક્ષી જિલ્લાઓમાં મેડીકલ કોલેજ માટે અગ્રીમતા અપાઇ છે ત્યારે રાજ્યના દાહોદ જિલ્લામાં મેડીકલ કોલેજ કાર્યરત છે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને ત્વરીત સારવાર મળી રહેશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમ.બી.બી.એસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે એમ.બી.બી.એસ.ની બેઠકો વધારવા માટે નવી કોલેજોના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.325  કરોડ ખર્ચ થશે. જેમાં ભારત સરકારના 60 % લેખે રૂ.195 કરોડ તથા રાજ્ય સરકારના 40 % લેખે રૂ.135  કરોડ મળી કુલ-3 કોલેજો રૂ. 975 કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 બેડની અને કૉલેજ પૂર્ણ થતાં 500 બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ અપાશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા (આકાંક્ષી જિલ્લો) ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ-3 નવી મેડીકલ કૉલેજો માટે હયાત હૉસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધ્ધાંતિક મંજૂરી મળશે,”વધુમાં રાજ્ય સરકારની બ્રાઉન્ડફીલ્ડ નીતિ અન્વયે કોઇ સંસ્થા આ પાંચ જિલ્લાઓ પૈકી કોઇપણ જગ્યાએ મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી માંગે તો તેને અગ્રીમતા અપાશે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર એમ.ઓ.યુ. કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યનાં 33 જિલ્લાઓ પૈકી 19 જિલ્લાઓમાં કુલ-29 મેડીકલ કૉલેજો કાર્યરત છે. રાજ્યમાં આ 500 બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત 6000થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.
First published: October 11, 2019, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading