સ્કૂલો શરૂ કરવાની જાહેરાત સાથે જ ઓનલાઇન શિક્ષણનો વિરોધ! શાળા સંચાલકોમાં ગણગણાટ શરૂ

સ્કૂલો શરૂ કરવાની જાહેરાત સાથે જ ઓનલાઇન શિક્ષણનો વિરોધ! શાળા સંચાલકોમાં ગણગણાટ શરૂ
પ્રતીકાત્મક તસવીર

Gujarat school reopen: શાળાના સંચાલકોનું કહેવું છે કે ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને બેસાડવાના હોય તો એક ક્લાસમાં માત્ર 25 વિદ્યાર્થીઓ બેસી શકે છે. હવે શિક્ષકો આવા અલગ અલગ ક્લાસમાં વિદ્યાર્થીઓને બધા વિષયોનો અભ્યાસ કરાવશે કે પછી શાળાએ નહીં આવનાર બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે?

  • Share this:
અમદાવાદ: કોરોનાના કેસમાં પ્રમાણમાં ઘટાડો થતા શિક્ષણ મંત્રી (Education minister Bhupendrasinh Chudasama)એ શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે, જાહેરાત સાથે શિક્ષણ મંત્રીએ શાળાઓ શરૂ કરવા સાથે સાથે ઓનલાઈન શિક્ષણ (Online education) ચાલુ રાખવાનું સૂચન કર્યું છે. જેને લઈ હવે ઓનલાઇન શિક્ષણનો વિરોધ શરૂ થઈ ગયો છે. શાળાના વિદ્યાર્થીઓને ઑફલાઇન અને ઓનલાઇન અભ્યાસ એક સાથે કરાવવો અશક્ય હોવાનો સૂર શાળાના સંચાલકોમાં ઉઠી રહ્યો છે.

આખરે કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરી દેવાયો છે. જોકે, હજુ સુધી સરકાર દ્વારા કોઈ ચોક્કસ SOP જાહેર કરાઈ નથી. આ નિર્ણયને લઈ વાલીઓમાં મિશ્ર પ્રતિસાદ છે. કેટલાક વાલીઓ પણ શાળા ખોલવાના શિક્ષણ વિભાગના નિર્ણયને  અયોગ્ય ગણાવી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે શાળાના સંચાલકો પણ હવે ઓનલાઇન શિક્ષણનો વિરોધ કરી રહ્યા છે.આ પણ વાંચો: ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વર્ગો શરૂ થશે, માસ પ્રમોશન નહીં

શાળાના સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા ફરજીયાત નથી. જો ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને બેસાડવાના હોય તો એક ક્લાસમાં માત્ર 25 વિદ્યાર્થીઓ બેસી શકે છે. હવે શિક્ષકો આવા અલગ અલગ ક્લાસમાં વિદ્યાર્થીઓને બધા વિષયોનો અભ્યાસ કરાવશે કે પછી શાળાએ નહીં આવનાર બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે એ સમજાતું નથી.

એક જ વિષય શિક્ષક અલગ અલગ વિદ્યાર્થીઓને કેટલીવાર ભણાવશે એ પણ પ્રશ્ન છે. શાળાના સંચાલકો હવે મંડળમાં આ મુદે ચર્ચા કરશે. ત્યારબાદ શિક્ષણ વિભાગમાં પણ આ અંગે રજુઆત કરાશે. તેઓ ઇચ્છી રહ્યા છે કે શિક્ષણ મંત્રી આ મુદ્દે સ્પષ્ટતા કરે. મહત્ત્વનું છે કે 23 નવેમ્બરે શાળાઓ શરૂ કરવાની હતી પણ કોરોનાના કેસ વધતા શાળા શરૂ કરવાનો નિર્ણય પડતો મૂકાયો હતો. હવે શિક્ષણ વિભાગ તરફથી ફરીથી 11 જાન્યુઆરીથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 06, 2021, 18:01 pm

ટૉપ ન્યૂઝ