Covid 19 : રાજ્યનું આરોગ્ય તંત્ર દિવસમાં 3,000 ટેસ્ટ કરીને કોરોના પર કાબૂ મેળવી શકશે?

Covid 19 : રાજ્યનું આરોગ્ય તંત્ર દિવસમાં 3,000 ટેસ્ટ કરીને કોરોના પર કાબૂ મેળવી શકશે?
અલગ અલગ નિવેદનોમાં ગ્લાંગઝોઉ વોંદકો બાયોટેક અને લિવઝોન ડાયગ્નોસ્ટિક્સ કહ્યું કે તે પોતાના ઉત્પાદનોની ગુણવત્તાના નિયમોનું કડક પણે પાલન કરે છે. કંપનીએ કહ્યું કે તેમણે સચોટ પરિણામ આપનાર કિટ જ આપ્યો છે. અને તેમના ઉપયોગ માટે જે ખાસ દિશા નિર્દેશ આપ્યા છે તેનું પાલન યોગ્ય રીતે થવું જોઇએ. જો કે ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ એટલે કે આઇસીએમઆરે મંગળવારે રાજ્યોને બે દિવસ આ કંપનીની કિટનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી. અને આ મામલે આવેલી ફરિયાદોની તપાસ કરાવવાની વાત પણ કહી હતી.

Gujarat Corona Testing : રાજ્યમાં કોરોના વાયરસના દરરોજ ત્રણ હજાર જ ટેસ્ટ કરવાની માર્યાદા બાંધવામાં આવી.

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસ (Coronavirus)અંગે રાજ્યમાં પ્રો-એક્ટિવ કામગીરી (Pro-Active Working for Corona) કરવાની વાત કરવામાં આવી હતી, જ્યારે હવે દરરોજ કોરોના ટેસ્ટની સંખ્યાની 3000 કરવાની મર્યાદા બાંધી દેવામાં આવી છે. ત્રણ હજાર પૈકી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે, જ્યારે 500 ટેસ્ટ એવા વ્યક્તિના કરવામાં આવશે કે જેઓ કોરોના પોઝિટિવ હોય, એટલે કે રી-ટેસ્ટ કરવામાં આવશે, અથવા જે વ્યક્તિને ક્વૉરન્ટીન રાખવામાં આવ્યો હોય તેઓ પોઝિટિવ થયા છે કે નહીં તે જાણવા માટે કરવામાં આશે.  ગત સપ્તાહે પ્રતિદિવસ 4 હજારથી 4500 ટેસ્ટ (Corona Testing) કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે (Gujarat Health Department) ગૌરવ લીધું હતું. ઉપરાંત દરરોજ 5 હજાર ટેસ્ટ કરવાની પણ આરોગ્ય વિભાગે વાત કરી હતી.

હાલ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેવા સંજોગોમાં માત્ર 3000 ટેસ્ટ કરવાની મર્યાદા બાંધવામાં આવી છે તે આશ્ચર્ય પેદા કરે છે. આ મર્યાદા શા માટે બાંધવામાં આવી? તેના જવાબમાં આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ કરવાની કેપેસિટી 3000 ટેસ્ટની જ છે, માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે!



આ પણ વાંચો : સુરત : લૉકડાઉનમાં પુત્રવધૂ પર નજર બગાડી, અભયમની ટીમે સસરાની શાન ઠેકાણે લાવી

કોરોના પોઝિટિવની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા નંબરે આવી ગયું છે. જો મોટા શહેરોની વાત કરવામાં આવે તો ગુજરાતનું અમદાવાદ શહેર દેશમાં ત્રીજા નંબર પર આવે છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે કોરોના સંક્રમણને રોકવા વધુને વધુ ટેસ્ટ કરવાના સ્થાને રાજ્યનો આરોગ્ય વિભાગ કેમ દિવસના 3 હજાર જ ટેસ્ટ કરવાનું કહી રહ્યો છે?

આ પણ વાંચો :  ટ્રમ્પે ઇમ્રિગ્રેશન મોકૂફી આદેશ પર સહી કરી, ગ્રીન કાર્ડ ઇસ્યૂ કરવા પર પ્રતિબંધ

ગુજરાતમાં હાલ 17 લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજ્યનો આરોગ્ય વિભાગ જ ટેસ્ટની કેપેસિટી 5 હજાર સુધી લઈ જવાનું કહેતો હતો, તેના સ્થાને હવે ટેસ્ટ ઘટાડવાની વાત કરી રહ્યો છે. બીજી તરફ આરોગ્ય અગ્ર સચિવ એમ પણ કહે છે કે જે હૉટસ્પોટ વિસ્તાર છે તેમાં કોરોના એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયો છે. સાથે જ ગુજરાત કોરોના પોઝિટિવની રિકવરીમાં પણ દેશમાં નવમાં સ્થાને છે.

કોરોનાને કારણે વધારે મોતના કેસમાં આરોગ્ય સચિવે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાનો દાવો કર્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે લૉકડાઉન પૂર્ણ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે શું લૉકાડઉન પહેલા જ કોરોના પર કાબૂ મેળવી લેવાશે?
Published by:News18 Gujarati
First published:April 23, 2020, 13:58 pm

ટૉપ ન્યૂઝ