મયૂર માકડિયા, અમદાવાદ : રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર છે તેની વચ્ચે દેશવિરોધી તત્વો દ્વારા ગુજરાતમાં ઘૂષણખોરી કરવામાં આવે તેવી આશંકા કોસ્ટગાર્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કોસ્ટગાર્ડે વ્યક્ત કરેલી શક્યતાના પગલે પોરબંદર તેમજ આસપાસના માછીમારોને અલર્ટ રહેવા માટે માછીમારી વિભાગ દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે. આગામી 11મી મેથી23મી મે સુધી દેશવિરોધી તત્વો ગુજરાતના દરિયા પર ડોળો નાંખી અને પ્રવેશ કરે તેવા ઇનપૂટ મળ્યા હોવાની શક્યતા છે.
દરિયાકાંઠાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંભવિત જોખમ હોઈ ફિશરીઝ વિભાગે એક પત્ર લખીને જણાવ્યું કે છે આગામી 11,14,15,17,19, 21,22 અને 23મી મે દરમિયાન દરિયાઈ કિનારે દેશ વિરોધી તત્વો દ્વારા હુમલો તથા ઘુસણખોરી થવાની શક્યતા રેકોર્ડ, ગાંધીનગર દ્વારા દર્શાવેલ છે. જે ધ્યાને લઇ જીલ્લાના તમામ માછીમારોએ નિચે મુજબની સુચના નો અમલ કરવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હાઇકોર્ટના ચૂકાદ પર સ્ટે મૂક્યો
માછીમારોને સૂચના
1 VITAL INSTALATION/AssESTS ની સુરક્ષાના સંદર્ભે જીલ્લાના લેન્ડીંગ પોઇંટ શંકાસ્પદ લિયાલ કે કોઇ અજાણી વ્યક્તિ મોટા જણાય તો સ્થાનિક મરીન પોલીસ, કોસ્ટગાર્ડનું સમ્પર્ક કરવો.
2 દરિયામાં કે દરિયાકાંઠે કોઇ શંકાસ્પદ કલિ ચાલ કે કોઇ અજાણી વ્યક્તિબોટ જણાય તો સ્થાનીક મરીન પોલીસ ટોલ ફ્રી નં:1093, કોસ્ટ્રગાર્ડ(ટોલ ફ્રી નં:1554) કે સ્થાનીક પોલીસનો સમ્પર્ક કરવો.
આ પણ વાંચો : સુરત : 'હું તાપીમાં કૂદી તમને ધંધે લગાવી દઈશ', Lockdownમાં યુવતીને પોલીસે રોકતા હંગામો મચાવ્યો
3 દરેક બોટ હોડી માલિકોએ ગાર્ડ પાસેથી સામાજિક દૂરી તેમજ જરૂરી સાવચેતી જાળવી ટોકન લિધા બાદ જ માછીમારી માટે જવું તેમજ મુવમેંટ બુક માં નોંધાયા મુજબના જ ટંડેલ ખલાસીઓ ને માછીમારી માટે અસલ ઓળખકાર્ડ તથા તમામ જરૂરી દસ્તાવેજો સાથે મોકલવા જો કોઇ ટુડેલ ખલાસીઓ બીમાર જણાય તો માછીમારી covip.19 PANDEMIC ની માર્ગદર્શિકા મુજબ મેડિકલ સ્ક્રિનિંગ કરાવવું
4 કોઇ માછીમારી બોટોએ "MBE કે NO FISHING ZONE " માં માછીમારી માટે જવું નહિ તેમજ જો કોઇ ઉલ્લંઘન કરે તે પરત આવતી બોટ ના માલિકોએ ખલાસીઓ ની પ્રવર્તમાન સ્થિતિ coVID-13 PANDEMIC ની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવી