Home /News /madhya-gujarat /1998ના વાવઝોડા કરતા પણ વધુ તીવ્ર હતું Tauktae, સૌથી વધુ લેન્ડફોલના સમયનો બનાવ્યો રેકોર્ડ

1998ના વાવઝોડા કરતા પણ વધુ તીવ્ર હતું Tauktae, સૌથી વધુ લેન્ડફોલના સમયનો બનાવ્યો રેકોર્ડ

1998માં અતિભયાનક વાવઝોડું કંડલામા આવ્યું હતું. કંડલામાં આવેલા વાવઝોડાના કારણે મોટી તારાજી સર્જાઇ હતી.

1998માં અતિભયાનક વાવઝોડું કંડલામા આવ્યું હતું. કંડલામાં આવેલા વાવઝોડાના કારણે મોટી તારાજી સર્જાઇ હતી.

ગુજરાતના દરિયા કિનારે વાવઝોડુ આવે એટલે 1998માં આવેલા વિનાશક વાવઝોડાની યાદ આવે. 1998માં અતિભયાનક વાવઝોડું કંડલામા આવ્યું હતું. કંડલામાં આવેલા વાવઝોડાના કારણે મોટી તારાજી સર્જાઇ હતી. લોકો લાપતા થયા હતા. હજારો લોકો બે ઘર બન્યા હતા. ઘર વેરવિખર, ગાડીઓના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. જહાજો ડૂબી ગયા હતા,કંડલા બંદરને ભારે નુકસાન પહોચ્યું હતું. એ વાવઝોડું જેણે પણ જોયું છે તે, આજે પણ ભૂલી શકતા નથી.

1998ના વાવઝોડા કરતા પણ 2021નું 17 મેના આવેલું ટાઉતે વાવઝોડું વધુ ખતરનાક અને મજબૂત હતું. તેમ છતાં પણ 1998ના વાવઝોડાની સરખામણીએ ટાઉતે વાવાઝોડાને કારણે ઓછું નુકસાન થયું છે. 1998માં ટેકનોલોજીનો અભાવ હતો. સંદેશા વ્યવહાર માટે કોઈ મોટી સુવિધા ન હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ અતિ આધુનિક સિસ્ટમથી સજ્જ થતા ગયા.આધુનિક ટેકલોજીના કારણે હવામાન વિભાગ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી. રડાર, સેટેલાઇટ સહિતની સિસ્ટમના કારણે વાવઝોડાની સિસ્ટમને ટ્રેક કરી શક્યા.

મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં લાગી વિકરાળ આગ, કોઇ જાનહાની નહીં

સાથે ઝડપી સંદેશા વ્યવહાર,મીડિયા માધ્યમ,સોશિયલ મિડિયાના કારણે હવામાન વિભાગની આગાહી ઘર ઘર સુધી પહોંચી. તેમજ સરકારનું સતત હવામાન વિભાગ અને વહીવટી તંત્ર સાથનું સંકલન.લોકોમાં જાગૃતિના કારણે 1998 કરતા 2021ના ટાઉતે વવાઝોડમાં  જાનહાની ઓછી થઈ.





અત્યાર સુધીમાં વવાઝોડા આવ્યા છે. તેમાં 17મેં ટાઉતે વાવઝોડું વધુ તીવ્ર હતું. 1998માં વાવઝોડાએ કંડલામાં લેન્ડફોલ થવાનો સમય 2.45 કલાકનો સમય લીધો હતો.પરંતુ 17મેના ટાઉતે વાવઝોડાએ ઉના આસપાસના વિસ્તારમાં 17મેના રાતે 9 વાગ્યે લેન્ડફોલની પ્રકિયા શરૂ થઈ હતી અને 18મેના રાતે 1.30 વાગ્યે પૂર્ણ થઈ હતી.ટાઉતે વાવઝોડાએ સૌથી વધુ લેન્ડફોલનો સમય લીધો. 4.30 કલાક લેન્ડફોલની પ્રક્રિયા ચાલી હતી. જેના કારણે વૃક્ષો, વીજ પોલ, મકાનો, મોબાઈલ ટાવર, બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ મોટી જાનહાનિ ટળી છે.

LIC લાવ્યું બાળકો માટે ખાસ પ્લાન, 150 રૂપિયાની બચત કરીને પોતાના લાડલાને બનાઓ લખપતિ

2004થી લઈ અત્યાર સુધીમાં 64થી પણ વધું વાવઝોડા બન્યા છે. પરંતુ મોટાભાગના વાવાઝોડા દરિયામાં નબળા પડી ગયા હતા.જેના કારણે નુકસાનથી બચી શક્યા. છેલ્લા 40 વર્ષમાં વાવઝોડા આવ્યા તેમાંથી સૌથી વધુ અંતર કાપનાર વાવઝોડું ઓખી છે. ઓખી વાવઝોડાએ બંગાળની ખાડીમાં સક્રિય થયું હતું અને ગુજરાતના દરિયા કિનારે નબળું પડ્યું હતું.
" isDesktop="true" id="1098044" >

ઓખી વાવઝોડાએ 2400 કિલોમીટર અંતર કાપી રેકોર્ડ બનાવ્યો હતો. તો ટાઉતે વાવઝોડાએ સૌથી વધુ લેન્ડફોલ સમયનો રેકોર્ડ બનાવ્યો છે. ટાઉતે વાવઝોડાએ લક્ષદ્રિપના દરિયા કિનારાથી સૌરાષ્ટ્ર ઉનાથી અમરેલી થઈ અમદાવાદ નજીકથી પસાર થયું અને ઉત્તર ગુજરાત પરથી દક્ષિણ રાજસ્થાન પહોચ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Landfall, Tauktae cyclone, ગુજરાત, વાવાઝોડુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन