Home /News /madhya-gujarat /Heatwave Effect: કોરોનાથી સાજા થયેલા લોકો કાળઝાળ ગરમીમાં રહેજો સાવધાન, જાણો શું કહી રહ્યા છે ડોક્ટર

Heatwave Effect: કોરોનાથી સાજા થયેલા લોકો કાળઝાળ ગરમીમાં રહેજો સાવધાન, જાણો શું કહી રહ્યા છે ડોક્ટર

પ્રતીકાત્મક તસવીર

Gujarat weather news : ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી દરેક વ્યક્તિઓએ હિટવેવથી બચવા એક્સ્ટ્રા પ્રિકોશન લેવા જોઈએ.

અમદાવાદ: ઉનાળાની (Gujarat Summer) શરૂઆત સાથે જ આકરા તાપની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવ (Heatwave in Gujarat) યથાવત રહેવાની આગાહી કરી છે. આમ તો આગ ઝરતી ગરમીથી તમામ લોકોએ બચવું જોઈએ. પરંતુ જો તમે એક વાર કોરોના પોઝિટિવ થઈને સાજા થઈ ગયા છો તો તમારે હિટવેવથી વિશેષ ધ્યાન રાખવું પડશે. જાણો કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકો હિટવેવ અને કાળઝાળ ગરમીથી કેમ બચવું છે જરૂરી. ડોકટર નિષ્ણાતઓ શુ આપી રહ્યા છે સલાહ.

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ વખતે ઉનાળાના પ્રારંભ સાથે જ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ આપ્યું છે પણ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે તે નક્કી છે. તબીબી નિષ્ણાતઓ પણ આગામી મે મહિનો આવતા તાપમાનનો પારો 45થી 46 ડીગ્રી આંબી જાય તેવી શકયતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat Weather: હિટવેવની આગાહી માટે જાણો શા માટે અપાય છે કલર કોડ

હિટવેવથી બચવા દરેક લોકોએ સાવધાની રાખવી જોઈએ પણ જો તમે કોરોનાની લહેરમાં પોઝિટિવ થઈ ચૂક્યા છો અને હજુ પણ તમને શરીરમાં કોવિડની અસર વર્તાઈ રહી છે તેવા લોકોએ ખાસ કાળજી રાખવી પડશે.

આ પણ વાંચો - ગુજરાતમાં ત્રણ દિવસ હિટવેવ: અમદાવાદમાં યલો અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી

સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, ઘણા બધા દર્દીઓ પોસ્ટ કોવિડ ઇફેક્ટમાંથી બહાર આવ્યા નથી એનો મતલબ એ થયો કે, તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. આને ગરમી અને ખાસ કરીને હિટવેવની કન્ડિશનમાં ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી દરેક વ્યક્તિઓએ હિટવેવથી બચવા એક્સ્ટ્રા પ્રિકોશન લેવા જોઈએ. કોરોનાથી સાજા થયા છે પરંતુ તમારા શરીરમાં વાયરસ છે. શરીરમાં હજુએ અશક્તિ છે. તેવા લોકોને હિટવેવની અસર ઝડપથી થાય છે.
" isDesktop="true" id="1189574" >

આવા લોકોએ ગરમીના સમયમાં ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને ગરમીના કારણે ડીહાઇડ્રેશન થતું હોય છે જેથી પાણી વધારે માત્રામાં પીવું જોઈએ.  સાથે લીંબુ શરબત પીવું જોઈએ. જમવામાં હળવો ખોરાક લેવો જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat Weather Updates, કોરોના વાયરસ, ગુજરાત, હવામાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन