Home /News /madhya-gujarat /

STએ શરૂ કરી નવી 50 વોલ્વો બસ, ગાંધીનગરથી વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ

STએ શરૂ કરી નવી 50 વોલ્વો બસ, ગાંધીનગરથી વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ

રૂપાણીએ નવી 50 વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવ્યો.

ગુજરાતના યાત્રાધામોને વોલ્વો બસ સેવાથી જોડવામાં આવશે. હવે લગ્ન પ્રસંગે ખૂબ જ ઓછા ભાડાથી એસટીવી બસો ભાડે કરી શકાશે.

    ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી મુસાફરોની સુવિધા વધારવા માટે નવી 50 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, "રાજ્યના છેવાડાના લોકોને પણ કેવી રીતે લાભ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરી રહી છે. તમામ ક્ષેત્રમાં અંતિમ વ્યક્તિને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ યોજનાએ બનાવી રહી છે."

    રાજ્યમાં 400-500 એસટીની વોલ્વો દોડે તેવી ઈચ્છા

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, "રાજ્યમાં હજારો ખાનગી વોલ્વો બસ દોડે છે. લોકો માંગ્યું ભાડું આપે છે. આ માટે એસટીએ વધારાની વોલ્વો બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસટીની બસોમાં લોકોને સુરક્ષા અને સલામતીનો વિશ્વાસ છે. કંઈ થાય તો સરકાર જવાબદાર છે. આ માટે લોકોને અપેક્ષા હતી કે સરકાર વધારેમાં વધારે વોલ્વો બસ દોડાવે. સરકારની ઈચ્છા છે કે રાજ્યમાં 400-500 વોલ્વો બસ દોડે. આજે એસટી તરફથી વધારાની 50 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે."

    લગ્ન પ્રસંગ માટે નજીવા દરથી ભાડે મળી રહી છે એસટી બસ

    જૂન મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગ્નપ્રસંગ માટે નજીવા દરે એસટી બસ ભાડે આપવાની યોજના શરૂ કરી હતી. રૂપાણીએ જાહેરાત કરી હતી કે, કે લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પ સ્વરૂપે સરળ અને સલામત બસની સેવા એસટી તરફથી પૂરી પાડવામાં આવશે.

    આટલું છે ભાડું

    જો તમે લગ્નપ્રસંગ માટે બસ ભાડે કરવા માંગો છો તો 20 કિલોમીટર સુધી આવન-જાવન માટે તમારે રૂ. 1200 જેટલી રકમ ચુકવવી પડશે. ફક્ત આવન કે જાવન માટે જ ઉપયોગ કરવા માંગો છો તો તમારે રૂ. 700 ચુકવવા પડશે. જો તમે 40 કિલોમીટર સુધીના અંતર માટે(આવન-જાવન) બસ ભાડે કરવા માંગો છો તો તમારે રૂ. 2000 અને સિંગલ ફેરા માટે રૂ. 1200 ચુકવવાના રહેશે. 60 કિલોમીટર સુધી બસનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે(આવન-જાવન) રૂ. 1500 ચુકવવા પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat ST, ST volvo, State transport, Vijay Rupani, નિતિન પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन