રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં એસ.ટી. બસોના પ્રવેશ પર પ્રતિબંધ

રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં એસ.ટી. બસોના પ્રવેશ પર પ્રતિબંધ
ફાઇલ તસવીર

એસ.ટી. નિગમ તરફથી દરેક શહેર માટે પિકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા, અહીંથી બાયપાસ જતી બસોની સુવિધા મળી રહેશે.

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલા કોરોના પર કાબૂ મેળવવા માટે સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ (Night Curfew- Gujarat)ની જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં 57 કલાકના સળંગ કર્ફ્યૂ બાદ એસ.ટી. બસ સેવા (Gujarat State Road Transport Corporation Bus Service) ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, નાઇટ કર્ફ્યૂ દરમિયાન ચારેય શહેરમાં એસ.ટી. બસો બંધ રાખવામાં આવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે આ ચારેય શહેરમાં સવારના સાત વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી જ એસ.ટી. બસોની સેવા ચાલુ રહેશે. ચારેય શહેરને બાદ કરતા ગુજરાતના અન્ય શહેરો અને વિસ્તારોમાં નિયમ પ્રમાણે બસ સેવા શરૂ રહેશે.

એસ.ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈના જણાવ્યા પ્રમાણે નાઇટ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદથી રાત્રી દરમિયાન ઉપડતી 450 જેટલી બસ નહીં દોડે. રાજકોટથી રાત્રી દરમિયાન આવતી અને જતી 378 બસ બંધ રહેશે. વડોદરાની વાત કરવામાં આવે તો અહીં રાત્રી દરમિયાન આવતી અને જતી 531 એસ.ટી. બસ બંધ રહેશે. જ્યારે સુરતથી રાત્રી દરમિયાન આવતી-જતી 395 એસ.ટી. બસ બંધ રહશે.આ પણ વાંચો: સુરેન્દ્રનગર: 'મોર બોલાવતી' પોલીસે ડંડા અને દંડને બદલે નિયમ તોડતા લોકોને માસ્ક પહેરાવ્યાં!

રાત્રી કર્ફ્યૂ દરમિયાન આ ચારેય શહેર એટલે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં એસ.ટી.ની બસોને પ્રવેશ નહીં આપવામાં આવે. જોકે, આ ચારેય શહેરની બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે. એટલે કે બીજા શહેરમાં જતી બસો બાયપાસ રોડથી શરૂ રહેશે. આ માટે ચારેય શહેરમાં એસ.ટી. વિભાગ તરપથી કેટલાક પિકઅપ પોઇન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ પોઇન્ટ પરથી મુસાફરી બસો પકડી શકશે.

અમદાવાદમાં સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે, અસલાલી, હથીજણ સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાયપાસ જતી બસ મળશે. વડોદરામાં ડુમસ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડન ચોકડી, જીએનએફસી, છાણી જકાત નાકાથી બસ સેવા મળી રહેશે. સુરતમાં મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડીથી રાત્રી દરમિયાન બસ સેવા મળી રહેશે. રાજકોટમાં ગોંડલ ચોકડી, આજીડેમ ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે. એસ.ટી દ્વારા નક્કી કરવામાં આવેલા પોઈન્ટ પર એસ.ટીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:November 23, 2020, 12:06 pm

ટૉપ ન્યૂઝ