Home /News /madhya-gujarat /10 જિલ્લામાં ટોળા દ્વારા પરપ્રાંતિયો પર હુમલા, 63 ગુન્હા નોંધાયાઃ સરકારનું સોગંધનામું

10 જિલ્લામાં ટોળા દ્વારા પરપ્રાંતિયો પર હુમલા, 63 ગુન્હા નોંધાયાઃ સરકારનું સોગંધનામું

    રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિયો મુદ્દે ફેલાયેલી અશાંતિ મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. આ સોગંધનામામાં સરકારે અત્યારસુધીમાં પરપ્રાંતિયો પર થયેલી હિંસા, સરકારે લીધેલા પગલા જેવા મુદ્દા રજૂ કર્યા હતા. સાથે જ આગામી સમયમાં હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ બાંહેધરી આપી હતી.

    અહીં ક્લિક કરી વાંચો ભાજપના મંત્રી એમ જે અકબરે કેમ આપ્યું રાજીનામું ?

    બનાસકાંઠામાં પરપ્રાંતિય શખ્સ દ્વારા બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજ્યમાં કેટલાક લોકોએ પરપ્રાંતિય લોકોને નિશાન બનાવ્યા હતા. આ હિંસા બાદ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં સરકાર પાસે ખુલાસા માગ્યા હતા. આ ખુલાસાના જવાબ રૂપે રાજ્ય સરકારે કોર્ટમાં સમગ્ર મુદ્દે કાર્યવાહીની આંકડા રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું કે પરપ્રાંતિયો પર થયેલા હુમાલાઓના કેસમાં 63 અલગ અલગ ગુના નોંધાયા છે. કુલ 10 જિલ્લામાં ટોળા દ્વારા હુમલાની ઘટના બની હતી.

    કેવી કેવી કામગીરી કરાઇ ?

    સરકારે સોગંધનામામાં જણાવ્યું કે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં શાંતિ ડહોળતા તત્વો સામે પગલા લેવાયા છે. એટલું જ રાજ્ય સરકારે જણાવ્યું રે ગુજરાત રાજ્ય સામે દેશનો કોઇપણ નાગરિક પરપ્રાંતિય નથી. ગુજરાતમાં ધંધા-રોજગારનો તમામને અધિકાર છે. આ અધિકાર રોકનાર સામે કાર્યવાહી કરાશે. તો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી શાંતિ ડહોળનારાઓ સામે સાયબર ક્રાઇમ હેટળ કાર્યવાહી કરાશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: હાઇકોર્ટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन