Home /News /madhya-gujarat /અટકળોનો અંત: પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સીએમ પદ અંગે આપ્યું મહત્વનું નિવેદન

અટકળોનો અંત: પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સીએમ પદ અંગે આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે (CR Patil) સ્પષ્ટતા કરી હતી કે, તે મુખ્યમંત્રીની રેસમાં નથી, તે પ્રદેશની જ જવાદારી નિભાવશે અને સીએમના નામની સ્પષ્ટતા હાઈકમાન્ડ દ્વારા જ કરવામાં આવશે.

    અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Cm vijay rupani resign) રાજીનામું આપ્યા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગુજરાતના નવા નાથ કોણ બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે કોના નામ પર મહોર લાગે છે તે આગામી 24 કલાકમાં જાણ થઈ જશે. મહત્વનું છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે (CR Patil) સ્પષ્ટતા કરી હતી કે, તે મુખ્યમંત્રીની રેસમાં નથી, તે પ્રદેશની જ જવાદારી નિભાવશે અને સીએમના નામની સ્પષ્ટતા હાઈકમાન્ડ દ્વારા જ કરવામાં આવશે.

    સૌથી વધું ચર્ચિત નામ સીઆર પાટીલનું

    સી.આર. પાટિલ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે. ગત વખતે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદી બેન પટેલે રાજીનામુ આપ્યું ત્યારે વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા અને રૂપાણીએ પોતે સીએમ બનવાના નથી એવી સ્પષ્ટતા કરી હતી. અંતે સીએમ તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર થયું હતું. આ વખતે સી.એમ. તરીકે વિજય રૂપાણી છે અને પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલ છે. સી.આર. થોડા દિવસો પહેલાં તેમના ધર્મપત્ની સાથે અંબાજીના દર્શને ગયા હતા જેને રાજ્યના રાજકીય વિશ્વલેષકો સૂચક મુલાકાત ગણે છે. પરંતુ તેમણે પણ આ અંગે સ્પષ્ટતા કરી કે તે સીએમ નથી બનવાના નથી.

    પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં

    પ્રફુલ પટેલ રાજ્યના ગૃહમંત્રી રહી ચુક્યા છે. હાલમાં તેઓ દીવ-દમણ-દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના એડમિનીસ્ટ્રેટર તરીકે કાર્યરત છે. જોકે, મોહન ડેલકર આપઘાત કેસમાં તેમની સામે ગંભીર આક્ષેપો થયા હતા પરંતુ કોઈ તપાસ સામે આવી નથી. તેઓ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા છે ત્યારે પ્રફુલ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પાટીદારોનો વિશ્વાસ સંપાદિત કરવો ભાજપ માટે સહેલો પડી શકે છે. જોકે, તેઓ ગુજરાતના રાજકારણથી દૂર દીવ-દમણ અને લક્ષદ્વીપના વિકાસકાર્યોમાં રચ્યા પચ્યા રહે છે.





    આ પણ વાંચો: રૂપાણીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં

    માંડવિયા પણ રેસમાં

    મનસુખ માંડવિયા કુનેહપૂર્ણ પાટીદાર નેતા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની પણ ગુડબુકમાં છે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત ભાજપમાં સરકારની છબિ બગડે નહીં એ માટે ઘણીખરી કામગીરી માંડવિયાએ પાર પાડી હતી. આ ઉપરાંત પાટીદાર સમાજના બંને ફાંટા- કડવા અને લેઉઆમાં તેમની સારી સ્વીકાર્યતા છે. સ્વભાવે મૃદુભાષી હોવા ઉપરાંત માંડવિયા પ્રામાણિક નેતાની છબિ ધરાવે છે અને સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: CM RUPANI, CR Paatil, વિજય રૂપાણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन