ખેડૂતોએ જાણવા જેવું, ક્યારે અને કેવી રીતે ખરીદવામાં આવશે ટેકાના ભાવે મગફળી

News18 Gujarati
Updated: October 23, 2018, 8:03 PM IST
ખેડૂતોએ જાણવા જેવું, ક્યારે અને કેવી રીતે ખરીદવામાં આવશે ટેકાના ભાવે મગફળી

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર

ગાંધીનગર ખાતે મંત્રી જયેશ રાદડિયા અને આર સી ફળદુએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં જાહેરાત કરવામાં આવી છે, સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે, આ માટે મગફળી કૌભાંડ બાદ હવેની ખરીદી કરતી એજન્સીમાંથી ગુજકોટને કરાઈ બાકાત કરાઇ છે, માત્ર એક જ એજન્સી કરશે ટેકાના ભાવે મગફળીની ખરીદી, અત્યાર સુધી નાફેડ અને ગુજકોટ એમ બંને એજન્સી કરતી હતી.

આ પણ વાંચો આ 5 ક્રિકેટર પર લાગી ચુક્યા છે યૌન શોષણના આરોપ, એક ભારતીય ખેલાડી પણ સામેલ

ભારત સરકારની છત્ર યોજના પીએમ - આશા હેઠળની ટેકાના ભાવની યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે. ટેકાના ભાવે ખરીદી માટે ખેડુતોની તારીખ 1-11-18થી 30-11-18 સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે.

નોંધણી માટે આ કાગળની જરૂર પડશે

નોંધણી માટે અદ્યતન 7-12 અને 8 અ નકલ , ફોર્મ નં. 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, આધાર કાર્ડની નકલ અને તે અંગેનો પુરાવો, આઈએફએસસી સહિતની બેંક એકાઉન્ટની વિગત વગેરે રજુ કરવાના રહેશે.રાજ્યમાં સરકારે શરૂ કરેલા 122 સેન્ટર પરથી 15 નવેમ્બર બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ તેમજ વીડિયોગ્રાફી વચ્ચે કરાશે જેનાથી પારદર્શિતા લાવી શકાય. એક દિવસમાં ખેડુતોની વધુમાં વધુ 1750 કિલો મગફળી અને પ્રતિ ખેડૂતે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે.

અહીં ક્લિક કરીવાંચો. આપની આ ખોટી આદતો સેક્સ લાઇફને કરી દે છે બરબાદ

રાદડિયાએ જણાવ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે પ્રયાસ કરી રહી છે. મોદીજીએ સંકલ્પ કર્યો છે કે 2022 સુધી આવક વધુ થાય તે માટે કુર્ષિ વિભાગ પાસેથી ટેકાના ભાવ મગાવીને નવા પત્રકમાં ભાવ ઉમેરો કરવામાં આવે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા 1.50 ટકા જરશી પાકનો વધારો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. વરસાદ ઓછો થયો છે, જેના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે, તેમ છતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે.

જયેશ રાદડિયાએ જણાવ્યું કે વર્ષ 2018-19 માટે ભારત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જે આગામી 15મી નવેમ્બર લાભ પાચમ પછી ખરીદી શરૂ થશે. રાજ્યમાં 122 સેન્ટર પર પ્રતિ કિવન્ટલ 5 હજાર રૂપિયાની કિંમતે ખરીદી કરવામાં આવશે. તારીખ 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે, અને 15થી ખરીદી શરૂ કરવામાં આવશે. બે વખત સરકાર બેઠક કરી છે અને ક્યાં કચાસ ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
First published: October 23, 2018, 7:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading