રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, બે મહિનામાં જ સર્જાશે પીવાના પાણીની વિકરાળ પરિસ્થિતિ

News18 Gujarati
Updated: October 22, 2018, 5:23 PM IST
રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, બે મહિનામાં જ સર્જાશે પીવાના પાણીની વિકરાળ પરિસ્થિતિ
મુખ્યમંત્રીને પાણીની વિકટ સ્થિતિ સર્જાવાનો મળ્યો રિપોર્ટ, રૂપાણી સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી

મુખ્યમંત્રીને પાણીની વિકટ સ્થિતિ સર્જાવાનો મળ્યો રિપોર્ટ, રૂપાણી સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી

  • Share this:
આ વર્ષે મેઘરાજાની નારાજગીને લીધે રાજ્યમાં થયેલા નહીવત વરસાદથી ચિંતા ઘેરી બની છે. એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમાં છે, તો બીજી બાજુ આવનારા દિવસોમાં પીવાના પાણીની કટોકટોની સમસ્યાથી સામાન્ય જનતા ચિંતામાં છે. એવામાં સરકારને પણ સ્થિતિ વધુ ખરાબ થવાનો અંદાજ આવી ગયો છે. ત્યારે રૂપાણી સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી.

અહીં ક્લિક કરી વાંચો અત્યાર સુધી એકપણ ચૂંટણી નથી હાર્યા અમિત શાહ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દુકાળની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટી બેઠક બોલાવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ટોચના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં પીવાના પાણી વિકરાળ બનતી જતી સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પીવાના પાણીની સમસ્યા કોઇપણ ભોગે ઉકેલવા મુખ્યમંત્રીએ આદેશો કર્યા હતા.

રાજ્યમાં આ વર્ષે નહિવત જેવો વરસાદ પડ્યો છે, પાક નિષ્ફળ જવાથી મંદીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી બાજુ એક-બે મહિના બાદ જ પીવાના પાણીની સમસ્યા વિકરાળ બનવાની ચિંતા ઘેરી બની છે, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ડિસેમ્બરથી સ્થિતિ વધુ વણસવાનો સરકારને રિપોર્ટ મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય કેટલાક જિલ્લામાં ફેબ્રૂઆરીથી માર્ચમાં પીવાના પાણીની વિકસ સ્થિતિ સર્જાવાના એંધાણ છે.

આ પણ વાંચો સાધુને 'કારકિર્દી' હોય ? : એસપી સ્વામીએ પાટા ઉલાળ્યા, હવે કહે છે, આ મારી કારકિર્દી ખતમ કરવાનો કારસો છે !

આ પૂર્વે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાણી પુરવઠા મંત્રીએ પણ સીએમ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ સૌની યોજના અંતર્ગત વિવિધ જળાશયોમાં વહેલી તકે પાણી છોડવા સરકાર વિચાર કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય જ્યાં સૌની યોજના નથી ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા સરકારે ધ્યાન દેવું જોઇએ.
First published: October 22, 2018, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading