ગુજરાત બજેટ : ખેડૂતોને ટ્રેક્ટર, આધુનિક સાધનો આપવા માટે રૂ. 235 કરોડની જોગવાઇ

News18 Gujarati
Updated: July 2, 2019, 2:27 PM IST
ગુજરાત બજેટ : ખેડૂતોને ટ્રેક્ટર, આધુનિક સાધનો આપવા માટે રૂ. 235 કરોડની જોગવાઇ
ફાઇલ તસવીર

ફાર્મ મિકેનાઇઝેશન અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટરની અને ૩૨,૦૦૦ ખેડૂતોને આધુનિક સાધનો અને ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઇ.

 • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં વિવિધ જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ટેકાના ભાવે ખરીદી, કુદરતી આપત્તિઓ અંતર્ગત કૃષિની કામગીરી, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અને ખેડૂતો માટે જાહેર કરેલ નવી પેન્શન યોજના સહિતની ખેડૂત કલ્યાણકારી યોજનાઓના સુચારુ અમલીકરણ માટે આગામી ત્રણ વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ કર્મચારીઓની 2771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે પૈકી, આ વર્ષે 1121 જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 • ગુજરાતના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો મારફત દર વર્ષે આશરે રૂ. ૧૫ હજાર કરોડનું ટૂંકી મુ દતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોને ચુકવવામાં આવે છે. આમ ખેડૂતોને આ વ્યાજ સહાય આપવા ૨૯પર કરોડની જોગવાઇ કરવમાં આવી છે.


 • પાક વીમા નિધિ સહિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ચાલુ વર્ષે ૧૮ લાખ ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવા માટે રૂ. 1,073 કરોડની જોગવાઇ.

 • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રૂ. ૨૯૯ કરોડની જોગવાઇ.

 • ફાર્મ મિકેનાઇઝેશન અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટરની અને ૩૨,૦૦૦ ખેડૂતોને આધુનિક સાધનો અને ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ. રૂ. ૨૩૫ કરોડની જોગવાઇ.
 • એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા  રૂ.૩૪ કરોડની જોગવાઇ.

 • ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ૨૨૫ કરોડની જોગવાઇ.

 • પાકવાર અને તાલુકા-જિલ્લાવાર વાવેતર વિસ્તારના અંદાજોના નિયમિત તથા ચોક્કસ આંકડા મેળવવા સેટેલાઇટ ઇમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે માટે ૨૨૫ કરોડની જોગવાઇ.

 • સમગ્ર ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા તથા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાને ૧૦૦% સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવા ૧૫ કરોડની જોગવાઇ.


બાગાયત

 • રાજ્યના ખેડૂતો માટે ગુણવત્તાયુકત શાકભાજીના ધરૂ તૈયાર કરવા પંચમહાલ, નર્મદા અને અરવલ્લી જિલ્લામાં નવા ત્રણ સેન્ટર ઓફ એકસલન્સ સ્થાપવા રૂ. ૮ કરોડની જોગવાઈ.

 • બાગાયતી પાકમાં મૂલ્યવર્ધન કરવાના ઉદ્દેશથી ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે. આ સોસાયટી દ્વારા નર્સરીમાં પ્લાન્ટેશન માટે ગુણવત્તાયુક્ત સાધન સામગ્રી તૈયાર કરવા અને હાઈટેક હોર્ટીકલ્ચર માટે તાલીમ પૂરી પાડવામાં આવશે.

 • બાગાયતનો વ્યાપ વધારવા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નવા બાગાયત ડીવીઝનની સ્થાપના માટે રૂપિયા ૬૦ લાખની જોગવાઇ.


પશુપાલન

 • કામધેનુ યુનિવર્સિટી હેઠળ હિંમતનગર ખાતે નવી વેટરનરી કોલેજની સ્થાપના માટે પ્રથમ તબક્કામાં રૂ. ૧ કરોડની જોગવાઇ.

 • ૧૨ દૂધાળા પશુઓનું એક એવા ૪૦૦૦ ડેરી ફાર્મ સ્થાપવા માટે ૧૩૪ કરોડની જોગવાઈ. ૪૬૦ ફરતાં પશુ દવાખાના માટે રૂ. ૪૭ કરોડની જોગવાઈ.

 • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૮ કરોડની જોગવાઈ.

 • કરુણા એનિમલ એબ્યુલન્સ અને હેલ્પલાઇન ૧૯૬૨ની સેવાઓ માટે રૂ. ૧પ કરોડની જોગવાઈ.


ડેરી વિકાસ

 • ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને પશુપાલકોને વિવિધ સાધના સામગ્રીની ખરીદી પર સહાય આપવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ

 • સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા રૂ.૨૫ કરોડની જોગવાઈ.


ગૌ સેવા

 • ગોપાલન, ગૌસંવર્ધન, ગૌરક્ષણ, ગૌચર વિકાસ તેમજ રાજયની સુપ્રસિદ્ધ ગીર અને કાંકરેજ ઓલાદની ગાયોના સર્વાગી વિકાસ માટે ૨૩૮ કરોડનીજોગવાઇ.


સહકાર

 • કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત બજાર સમિતિઓનું આધુનિકરણ કરવા અને પાયાની સગવડો ઊભી કરવા રૂ. ૩૩ કરોડની જોગવાઈ .

 • વ્યક્તિગત ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને બજાર સમિતિઓને અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા ગોડાઉન બાંધકામ માટેની સહાય આપવા રૂ. ૧૧ કરોડની જોગવાઈ.

First published: July 2, 2019, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading