મુસાફરો માટે ખાસ સમાચાર, રવિવારે ST બસ સેવા બંધ રહેશે, બુક કરાવેલ પ્રવાસીને ફોન કરાશે

મુસાફરો માટે ખાસ સમાચાર, રવિવારે ST બસ સેવા બંધ રહેશે, બુક કરાવેલ પ્રવાસીને ફોન કરાશે
એસ.ટી. બસ - ફાઈલ ફોટો

47 હજાર ટ્રીપ ઠપ થઈ જશે. 100 ડિવિઝનના 125 ડેપો બંધ રહશે. રવિવારે સેવા બંધ થવાના કારણે 6 કરોડ રૂપિયાનું નુકસાન થશે

  • Share this:
રવિવારે જનતા કરફ્યુની વડાપ્રધાને અપીલ કરી છે. જેનું પાલન એસટી નિગમ પણ કરશે, અને રવિવારે સવારે 7 કલાકથી રાતના 9 કલાક સુધી એસટી બસ બંધ રહશે. ત્યારે અમદાવાદ વિભાગીય નિયામકે એન. બી. સિસોદીયા જણાવ્યું હતું કે, રવિવારે બસ સેવા બંધ રહશે. જે લોકોએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું છે. તે લોકોને ફોન કરીને જાણ કરી દેવાશે. અને રીફંડ તેમના ખાતામાં મળી જશે.

એસટી નિગમની રોજ 47 હજાર ટ્રીપ સમગ્ર ગુજરાતમાં દોડે છે. પરંતુ રવિવારે સવારે 7 કલાકથી રાતે 9 કલાક સુધી 47 હજાર ટ્રીપ ઠપ થઈ જશે. 100 ડિવિઝનના 125 ડેપો બંધ રહશે. તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની 300 ટ્રીપ તો હંગામી ધોરણે બંધ કરી દીધી છે.કોરોના વાયરસના કહેર વચ્ચે પ્રવાસીઓની સંખ્યમાં પણ ઘટાડો નોંધાયો છે. જોકે કોરોના વાયરસની અસર તમામ વિભાગમાં થઈ છે અને નુકસાન થઈ રહ્યું છે ત્યારે એસટી નિગમને પણ રવિવારે સેવા બંધ થવાના કારણે 6 કરોડ રૂપિયાનું નુકસાન થશે. પરંતુ નુકસાન સામે લોકોની સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે ત્યારે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અને સરકારના આદેશનું એસટી નિગમ પાલન કરી રહી છે, અને લોકોને પણ તકેદારી રાખવા માટે સૂચન કરી રહ્યા છે.

રવિવારે સવારે 7 કલાકથી બસ બંધ રહશે ત્યારે અમદાવાદ ડિવિઝન પર આવેલી તમામ બસને સેનેટાઇઝ કરશે, અને બસપોર્ટ પણ સેનેટાઈઝ કરાશે.તમામ ડિવિઝનમાં બસને સેનેટાઇઝ કરવા માટે પણ સૂચના આપી છે.
Published by:News18 Gujarati
First published:March 20, 2020, 15:51 pm