ગુજરાતની સ્કેટિંગ પ્લેયર ખુશી પટેલને ‘પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર’ એનાયત 

ગુજરાતની સ્કેટિંગ પ્લેયર ખુશી પટેલને ‘પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર’ એનાયત 
ખુશી પટેલની પરિવાર સાથેની તસવી

ખુશીએ રાષ્ટ્રીય સ્તરે ૭ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે રાજ્યસ્તરે પચીસ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ મેળવ્યા છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતની સ્કેટિંગ ક્વીન (Skating Queen of Gujarat) ખુશી પટેલે (khushi patel) ગણતંત્ર દિવસની (Republic Day) પૂર્વસંધ્યાએ અતિ પ્રતિષ્ઠિત “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” (Prime Minister's National Children's Award) મેળવીને સમગ્ર ગુજરાતને (Gujarat) ગૌરવ અપાવ્યું છે. સમગ્ર દેશમાંથી ૩૨ બાળકોને આ પુરસ્કાર મળ્યો છે તેમાં ખુશીનો પણ સમાવેશ થાય છે.  ખુશીએ ફક્ત 4 વર્ષની વયે સ્કેટિંગ શરૂ કર્યું હતું. તે  રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેતી રહી છે.  અને ઘણી સ્પર્ધાઓ જીતી ચૂકી છે. ખુશીએ રાષ્ટ્રીય સ્તરે ૭ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે રાજ્યસ્તરે પચીસ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ મેળવ્યા છે.

વર્ષ ૨૦૧૦થી ખુશી આ રમતમાં સતત સ્ટેટ ચેમ્પિયન રહી છે. ખુશીએ ૨૦૧૬માં માત્ર 13 વર્ષની વયે ચીનના લિશુઇ ખાતે યોજાયેલી ૧૭મી ઍશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખુશીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ ખુશીએ ૩ ગોલ્ડ મેડલ અંકે કરીને ઇતિહાસ સર્જી દીધો હતો, જે વૂમન સ્કેટિંગ ક્ષેત્રે એક અભૂતપૂર્વ ઘટના છે.વર્ષ ૨૦૧૮માં દક્ષિણ કોરિયાના નામવૉનમાં યોજાયેલી ૧૮મી ઍશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં મોકલાયેલી ટીમ ઇન્ડિયાનો પણ ખુશી હિસ્સો રહી હતી. તે અંડર ૧૯ ઍઈજ ગ્રૂપમાં સૌથી નાની વયની સ્પર્ધક હતી. ખુશી કહે છે કે “હું જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરુ છું ત્યારે સન્માન, ગર્વ, દેશભક્તિ, આનંદ, જવાબદારી જેવી લાગણીઓ અનુભવુ છું.

આ પણ વાંચોઃ-

ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવો એક રોમાચંક બાબત હતી. તે મારા માટે ઘણી સન્માનજનક વાત હતી. હું માનુ છું કે મારા દેશ માટે ઉત્કૃષ્ટ દેખાવ કરવાની મને તક મળી, જે મારુ સૌભાગ્ય હતું.”  સ્કેટિંગ વિશે ખુશી કહે છે કે “સ્કેટિંગમાં સતત મહેનત, ચોકસાઇ અને ઇનોવેશનની જરૂર પડે છે.

આ પણ વાંચોઃ-

તમારે પોતાની જાત માટે સતત ઊંચા લક્ષ્યાંક  નક્કી કરવા પડે.” આટલી નાની વયે સિદ્ધિઓ મળવા છતાં ખુશી પ્રેકટિસ તથા અભ્યાસમાં પણ ખુબ ધ્યાન આપે છે. ખુશીને સ્કેટિંગ ઉપરાંત વિવિધ વિષયો પર કવિતાઓ અને નિબંધ લખવા પણ ગમે છે.નોંધપાત્ર બાબત એ છે કે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’   શિક્ષણ,રમત-ગમત, કળા, સંસ્કૃતિ અને  સમાજસેવા જેવા ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતા માટે આપવામાં આવે છે.મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ આ વર્ષે ઈનોવેશન માટે નવ પુરસ્કાર આપવામાં આવ્યા છે. કલા અને સંસ્કૃતના ક્ષેત્રમાં સાત પુરસ્કાર આપવામાં આવ્યા છે. શૈક્ષણિક ઉપલબ્ધિઓ માટે પાંચ પુરસ્કાર, રમતગમત શ્રેણીમાં સાત પુરસ્કાર, બહાદૂરી માટે ત્રણ પુરસ્કાર અને એક બાળકને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના પ્રયાસો માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:January 25, 2021, 21:51 pm

ટૉપ ન્યૂઝ