રાજ્યમાં ધો. 9થી 11ની શાળાઓ શરૂ : વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સંચાલકોએ અપનાવી MWF પધ્ધતિ

રાજ્યમાં ધો. 9થી 11ની શાળાઓ શરૂ : વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સંચાલકોએ અપનાવી MWF પધ્ધતિ
ધોરણ 9 અને 11 ના વર્ગોની સાથે ટ્યૂશન કલાસ પણ શરૂ થયા છે.

ધોરણ 9 અને 11 ના વર્ગોની સાથે ટ્યૂશન કલાસ પણ શરૂ થયા છે.

  • Share this:
અમદાવાદ:  રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસ (Coronavirus) નિયંત્રણમાં આવ્યા છે અને સાથે કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે  આજથી એટલે પહેલી ફેબ્રુઆરીથી (1st February) શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા ધોરણ 9 અને 11 ના શૈક્ષણિક વર્ગો (9th and 11th classes) પણ શરૂ  થયા છે. ત્યારે હવે શાળામાં ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ થયો છે. પરંતુ શાળામાં ચાર વર્ગોના વિદ્યાર્થીઓની ભીડને ધ્યાને રાખીને હાલ શાળાના સંચાલકોએ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે MWF સિસ્ટમ લાગુ કરી છે. જ્યારે ધોરણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે TTS સિસ્ટમ અપનાવી છે.

MWF/TTS એટલે શું?ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેને લઈ હવે શાળામાં 9થી 12ના વર્ગો ચાલશે. જોકે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ શાળાઓએ કોવિડ 19ને લગતી તમામ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જેને લઈને શાળામાં વિદ્યાર્થીઓની ભીડ એકઠીના થાય તેને લઈ હાલ પૂરતા વિદ્યાર્થીઓ ને MWF એટલે કે મંડે, વેન્સ્ડે અને ફ્રાઇડે બોલાવવાનું નક્કી કર્યુ છે જ્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે TTS એટલે કે ટયૂઝડે, થર્સડે બોલાવવામાં આવશે.ઓનલાઇન ઓફલાઇન બંન્ને ચાલશે

મેમનગરની દિવ્યપથ સ્કુલના સંચાલક સંજય પટેલે જણાવ્યું કે હવે,  ધોરણ 9થી 12ની શાળા ચાલશે એટલે વિદ્યાર્થીઓની ભીડ ના  થાય માટે આ પ્રકારની સિસ્ટમ અપનાવી છે. અત્યાર સુધી રોજ ધોરણ 10 અને 12ના વર્ગો ચાલતા હતા. આ સિસ્ટમ પ્રમાણે 10 દિવસ જોઈશું. વિદ્યાર્થીઓ તકલીફ ન  પડે તે રીતે આગળ નિર્ણય લેવાશે. હાલ ધોરણ 9થી 12 ના  વિદ્યાર્થીઓને ઓફલાઇન ઉપરાંત ઓનલાઇન પણ ભણાવીએ છીએ.જે વાલી બાળકને શાળાએ મોકલવા તૈયાર નથી તેમના માટે ઓનલાઈન વિકલ્પ ખુલ્લો છે. શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક બાબતે જાગૃત કરીએ છીએ.

બજેટ 2021 માં શુ છે ખાસ, જાણો મહત્વની તમામ બાબતો

મહત્વનું છે કે, ધોરણ 9 અને 11 ના વર્ગોની સાથે ટ્યૂશન કલાસ પણ શરૂ થયા છે. જોકે તેઓને પણ નીયમોનું પાલન કરવું પડશે તેવી ખાસ સૂચના અપાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:February 01, 2021, 10:31 am

ટૉપ ન્યૂઝ