રાજ્યભરની RTO 4 જૂનથી થશે શરૂ, ત્યાં જવાનું પ્લાનિંગ હોય તો જાણી લો તમામ નિયમો

રાજ્યભરની RTO 4 જૂનથી થશે શરૂ, ત્યાં જવાનું પ્લાનિંગ હોય તો જાણી લો તમામ નિયમો
શનિવાર તથા રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

શનિવાર તથા રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

 • Share this:
  અમદાવાદ : શહેરમાં અનલૉક -1 માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતની આરટીઓ કચેરીઓ તારીખ 4 જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ કામગીરીમાં નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. લાઇસન્સ સબંધીત કામગીરી માટે ઓન લાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે. આ સાથે શનિવાર તથા રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

  કોરાનાની મહામારીના કારણે છેલ્લા બે મહિનાાથી આરટીઓ કચેરી બંધ હતી. ખાસ કરીને કોરોના વાઇરલનુ સંક્રમણ ન થાય તે માટે આરટીઓ કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવવા માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા કર્મચારીઓ અને અરજદારો તમામે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.  ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત

  વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત કરવામાં આવી છે. આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટમાં અરજદારે કચેરી ખાતે ફરજીયાત હાજર રહેવું પડશે. જો અરજદાર જો ગેરહાજર રહેશે તો અરજદારે ફરીવાર અપોઅન્ટમેન્ટ લેવાની રહેશે. ઉપરાંત શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કિસ્સામાં તા. 21-03-2020 થી તા.31-07-2020 સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારો આગામી તા.31-07-2020 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી.

  લર્નિંગ લાયસન્સ માટે ITIમાં અપોઈન્ટમેન્ટ નહીં મળે

  લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની કામગીરી ITI થયા છે. જે શહેરો કે મગરપાલિકા વિસ્તારના કન્ટેઈનમેન્ટ વિસ્તાર અને કોવિડના ક્વોરન્ટીન સેન્ટર જાહેર કર્યા હોય તેવી ITI ખાતે અપોઈન્ટમેન્ટ મળશે નહીં અને લર્નિંગ લાયસન્સની કામગીરી પણ થશે નહીં.

  અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરાશે

  કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે, અરજદારના શરીરનું ઉષ્ણતામાન જણાય તો કચેરીમાં પ્રવેશ અપાશે નહીં. કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે

  આ પણ વાંચો- 7 કરોડ ખેડૂતો માટે ખુશખબરી! ખેતી લોન ઉપર 31 ઓગસ્ટ સુધી માત્ર આટલું જ વ્યાજ આપવું પડશે

  નીચેની અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા નથી

  • વાહનમાં હેતુફેર, અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી
   રજીસ્ટ્રેશન રદ કરવું

  • ફાઇનાનસરને નવી આર.સી. ઇસ્યૂ કરવી

  • વાહનનું નોન યુઝ કરવું, નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ, આર.સી. પરત મેળવવી

  • પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો

  • ડ્રાઈવિંગ લાયસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પુરતું) માટે અરજદારે આધાર-પુરાવા સાથે આરટીઓ કચેરી ખાતે આવવાનું રહેશે


  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:June 02, 2020, 07:49 am