ફેંસલા 'ઓન ધ સ્પોટ' : RTEમાં બાળકોને એડમીશન નહિ આપનાર સ્કૂલની માન્યતા થશે રદ

ફેંસલા 'ઓન ધ સ્પોટ' : RTEમાં બાળકોને એડમીશન નહિ આપનાર સ્કૂલની માન્યતા થશે રદ
શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં ઇનકાર કરશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે તેવી તાકીદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં ઇનકાર કરશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે તેવી તાકીદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન (Right to Education) અંતર્ગત ખાનગી શાળામાં (Private School) ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ગરીબ બાળકોને RTE અંતર્ગત પ્રવેશ આપવો ફરજિયાત છે. જો કોઈ શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં ઇનકાર કરશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે તેવી તાકીદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉન જાહેર થતા ગત ફેબ્રુઆરી માસમાં અટકી પડેલી RTEની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૈકી 29 ઓગસ્ટ સુધીમાં આવેલા વાલીઓના ફોર્મ સ્ક્રુટીની થઈ ગયા બાદ 11મી સપ્ટેમ્બરથી વાલીઓને શાળાઓ એલોટમેન્ટની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં 1 લાખ 80 હજાર આસપાસ ઓનનલાઈન ફોર્મ ભરાયા છે. જોકે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકો આનાકાની કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી તાકીદ પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી છે.



જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સુપરિટેડેન્ટ ભરતસિંહ ગોહિલ એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં 23 હજાર જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 16 હજાર ફોર્મ કન્ફોર્મ કર્યા છે.  શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ શાળા એલોટમેન્ટ 11મીથી શરૂ થઈ 18 મી સપ્ટેમ્બર સુધી ચાલશે. વાલીઓ પ્રવેશ ને લઈ ને જે કોઈ ફરિયાદ હશે તો તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કરી શકશે.

આ પણ વાંચો - અમદાવાદ : 20 રૂપિયા આપી દાળવડા લેવા મોકલી કારીગરે 1.80 લાખની કરી ચોરી

આ ઉપરાંત શાળાના સંચાલકોને પણ આદેશ કર્યા છે કે, વાલીઓને પ્રવેશ માટે મનાઈ કરવી નહીં. જો કોઈ સંચાલક પ્રવેશ માટે ના પાડશે અને તેની ફરીયાદ મળશે તો પ્રથમ 10 હજાર નો દંડ, બીજીવાર 25 હજારનો દંડ અને ત્યારબાદ પણ પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે.

આ પણ જુઓ - 



મહત્વનું છે કે, RTE હેઠળ સરકાર દ્વારા વર્ષ 2012થી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ખાનગી સ્કૂલના પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવેલી છે. તેમ છતાં ભૂતકાળમાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને  પ્રવેશ નહિ આપવાને લઈ વિવાદમાં સપડાઈ ચૂકી છે. ત્યારે આ વખતે કોરોનાને લઈને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈનમાં  કોઈને કોઈ બહાના કાઢી પ્રવેશ નહિ આપનાર સંચાલક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ શિક્ષણ વિભાગમાંથી આપવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:September 10, 2020, 14:23 pm

ટૉપ ન્યૂઝ