Gujarat Rajyasabha election 2020 : ચાર બેઠકો પર BJP-કૉંગ્રેસના આ પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાને

News18 Gujarati
Updated: June 19, 2020, 9:20 AM IST
Gujarat Rajyasabha election 2020 : ચાર બેઠકો પર BJP-કૉંગ્રેસના આ પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાને
ભાજપ-કૉંગ્રેસના રાજ્ય સભાની ચૂંટણીના ઉમેદવારો.

ભારતીય જનતા પાર્ટીએ 3 તો કૉંગ્રેસ પક્ષ દ્વારા 2 ઉમેદવારોને રાજ્યસભાની ચૂંટણીમાં મેદાને ઉતારવામાં આવ્યા છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat)માં આજે રાજ્યસભા (Gujarat Rajyasabha Election)ની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાંથી ધારાસભ્યોના સંખ્યા મુજબ 4 ખાલી બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 5 ઉમેદાવારો મેદાને છે. આ ચૂંટણી આજે BJP-કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ થશે. ભારતીય જનતા પાર્ટી (Bhartiya janata party) દ્વારા ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ (congress) દ્વારા બે ઉમેદાવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે.

4 બેઠકોની ચૂંટણીમાં માટે ભાજપના અજય ભારદ્વાજ (ajay Bhardwaj) રમીલા બારા (Ramila bara) અને નરહરિ અમીન (Narhari amin) મેદાને છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટી દ્વારા ભરતસિંહ સોલંકી (Bharatsinh solanki) અને શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)ને મેદાને ઉતારવામાં આવ્યા છે. પાંચમાંથી કોઈ પણ ચાર ઉમેદાવારો જ રાજ્યસભામાં જશે ત્યારે કૉંગ્રેસ પક્ષમાં શક્તિસિંહ અને ભરતસિંહમાંથી કોણ એ ચર્ચાએ ઉત્સુકતા જગાવી છે.


ભાજપના ઉમેદવાર

અભય ભારદ્વાજ : રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના મિત્ર છે. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકીલાત કરે છે. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટેકેદાર પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચો :  Gujarat Rajyasabha Election LIVE : કોરોનાના કહેર વચ્ચે મતદાન થશે, BJP-કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલરમીલા બારા : રમીલા બારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તેઓ પૂર્વ નાયબ સચિવ તરીકે નિવૃત થયા હતા અને ત્યારથી રાજકારણમાં જોડાયા હતા. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર તરીકે એકવાર પેટા ચૂંટણી પણ જીતી ચુક્યા છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્પષ્ટ વક્તા છે.

નરહરિ અમીન : નરહરિ અમીન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ વર્ષ 2012માં ભાજપમાં જોડાયા હતા. અગાઉ ચીમનભાઈ પટેલની સરકારમાં નરહરિ નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ કૉંગ્રેસમાં લાંબા સમય સુધી વિવિદ હોદ્દાઓ પર કાર્યરત હતા બાદમાં તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપે નરહરિને ચૂંટણી મેદાને ઉતાર્યા ત્યારથી આ ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર

ભરતસિંહ સોલંકી : ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી. સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. 2017માં ભાજપે તેના ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત 'મિશન 151'થી કરી હતી, પરંતુ ચૂંટણી પરિણામ બાદ ત્રણ આંકડા ઉપર પણ પહોંચી શક્યો ન હતો અને 99 બેઠક ઉપર અટકી ગયો હતો.

આ પણ વાંચો :  મોરારિબાપૂ પર પૂર્વ MLA પબુભા માણેકનો હુમલાનો પ્રયાસ, CM રૂપાણીએ કૃત્યુ વખોડ્યું

શક્તિસિંહ ગોહિલબી.એસસી, એલએલબી, પત્રકારત્વનો અભ્યાસ કરેલો છે. ગુજરાત કાંગ્રેસના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર મનાય છે. ગુજરાત સરકારમાં બે વખત પ્રધાન પદે રહ્યા. વિધાનસભામાં નેતા વિપક્ષની પણ ભૂમિકા ભજવી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સંભાળે છે જવાબદારી. 1986માં ભાવનગર જિલ્લા યુવા કાંગ્રેસના પ્રમુખ બન્યા. હાલમાં બિહાર કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સંભાળી. 1998માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પદે નિમાયા. 1990માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા અને 1990માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા.
First published: June 19, 2020, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading