રાજ્ય સભાની ચૂંટણીઃ આ લોકોનું કપાઈ શકે છે પત્તુ, આમને મળી શકે છે સ્થાન

News18 Gujarati
Updated: February 12, 2018, 9:11 PM IST
રાજ્ય સભાની ચૂંટણીઃ આ લોકોનું કપાઈ શકે છે પત્તુ, આમને મળી શકે છે સ્થાન
કોંગ્રેસના ભરતસિંહની એન્ટ્રી નિશ્ચિત, તો ભાજપના માંડવિયાની વિદાય નક્કી માનવામાં આવી રહી છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપના થયેલા ધોવાણ બાદ માંડવિયાનું મહત્વ ઘટ્યું છે.

  • Share this:
ગાંધીનગરઃ ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજ્ય સભામાં પણ કોંગ્રેસને મજબૂત બનાવી છે. ચૂંટણી બાદ રાજ્ય સભામાં ભાજપનું પ્રતિનિધિત્વ ઘટાડ્યું છે. આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભામાં ચૂંટાયેલા ગુજરાતના કેટલાક સાંસદોની ટર્મ પૂરી થઇ રહી છે. ગુજરાતની કુલ 4 રાજ્ય સભા સીટ માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ બેઠકો પર કોનું પત્તુ કપાશે અને કોને મળશે તક એ અંગે ન્યૂઝ18નો એક્સક્લુઝિવ રિપોર્ટ.

ગત વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા ઘટવાને કારણે આ વખતે રાજ્ય સભામાં ભાજપની બેઠકો ઓછી થતાં હવે તેમના ફાળે બે બેઠક આવી છે, જ્યારે બે બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. રાજ્ય સભામાં ગુજરાતની હાલ 11 બેઠકો છે જેમાંથી 2 કોંગ્રેસ અને 9 ભાજપની છે.

રાજ્ય સભામાં કોને કેટલી બેઠક

1) અહેમદ પટેલ - કોંગ્રેસ
2) અમિત શાહ- ભાજપ
3) અરુણ જેટલી - ભાજપ4) ચુની ભાઇ ગોહિલ- ભાજપ
5) લાલસિંહ વડોદિયા- ભાજપ
6) મધુસૂદન મિસ્ત્રી- કોંગ્રેસ
7) શંભુપ્રસાદ ટુંડિયા- ભાજપ
8) મનસુખ માંડવિયા- ભાજપ
9) પરસોત્તમ રુપાલા- ભાજપ
10) શંકર ભાઇ વેગડ- ભાજપ
11) સ્મૃતિ ઇરાની - ભાજપ

આ લોકોની ટર્મ થશે પુરી

1) પરસોત્તમ રુપાલા,
2) મનસુખ માંડવિયા
3) શંકરભાઇ વેગડ
4) અરુણ જેટલી

કોનું પત્તુ કપાશે?

રાજ્ય સભામાં અગાઉ ભાજપનુ 9 પર અને કોંગ્રેસનું 2 બેઠખ પર પ્રભુત્વ હતું. તેના બદલે હવે કોંગ્રેસનુ ચાર પર અને ભાજપનુ સાત બેઠકો પર પ્રભુત્વ રહેશે. આગામી એપ્રિલ માસમાં યોજાનાર ચૂંટણીમાં કોને મળશે નવી તક અને કોનું પત્તુ કપાશે તેના પર એક નજર કરીએ.

કોંગ્રેસમાંથી ભરત સોલંકીની એન્ટ્રી નિશ્ચિત

રાજ્યસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહનું નામ નક્કી જ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનને કારણે ભરતસિંહ સોલંકી હાલ રાહુલ ગાંધીની ગુડ બુકમાં છે.

દિપક બાબરિયાને અપાઇ શકે છે તક

દિપક બાબરીયા હાલ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ છે. તેઓ મધ્યપ્રદેશના સંગઠન પ્રભારી પણ છે. વૈષ્ણવ વણિક જ્ઞાતિના બાબરીયા આ રેસમાં સૌથી આગળ છે.

ભાજપમાંથી રૂપાલાને બીજી તક નિશ્ચિત

ભાજપની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા મોટા નેતા હોવાને કારણે તેમની રાજ્યસભામાં બીજી વખત ચાન્સ મળવાનું લગભગ નિશ્ચિત છે. કેન્દ્રમાં પૂણ રૂપાલાની જરૂરિયાત અનિવાર્ય હોવાને કારણે તેમની ટિકિટ પાકી માનવામાં આવી રહી છે.

મનસુખ માંડવિયા કપાશે

ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપના થયેલા ધોવાણ બાદ માંડવિયાનું મહત્વ ઘટ્યું છે. જેના કારણે કેન્દ્રીય મંત્રી માંડવિયાની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે.

માંડવિયાની સીટ પર જેટલી લડી શકે

એક અંદાજ પ્રમાણે માંડવિયાની ખાલી પડેલી બેઠક પર કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને તક આપવામાં આવી શકે છે. જો તેમની જગ્યાએ કોઈ નવા ચહેરાને તક આપવાનું નક્કી થશે તો જેટલી ગુજરાત બહારથી પણ ચૂંટણી લડી શકે છે.

આ માટે બાબરિયાને મળી શકે છે સ્થાન

ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની મહત્વની ભૂમિકાને કારણે આ વખતે કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે શક્તિસિંહને આગળ કરાય તેમ મનાઇ રહ્યું હતું. પરંતુ, શક્તિસિંહ ગોહિલે પોતે જ ઉમેદવારી માંથી પાછા હટી જતાં અને રાજ્યસભા નહીં લડવાની જાહેરાત કરતા હવે બાબરિયાને રાજ્યસભામાં સ્થાન અપાઇ શકે છે.

ગત ત્રણ વર્ષમાં ગુજરાતમાં ઉઠેલા પટેલ અનામત આંદોલનના વંટોળે રાજ્યસભામાં બે-બેપટેલ નેતાઓને સ્થાન અપાવ્યું હતું. પરંતુ, હવે એ જ પટેલ પ્રભાવિત વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થતાં રાજ્યસભામાં પટેલોનુ પ્રભુત્વ ઘટી શકે છે. ભાજપના પટેલ નેતા મનસુખ માંડવિયાને બેઠક અને મંત્રીપદ ગુમાવવાનો વારો આવી શકે છે. તો કોંગ્રેસમાં રાજ્યસભાની રેસમાંથી શક્તિસિંહ ગોહિલ હટી જતાં બાબરિયાને તક મળી શકે છે.

રિપોર્ટઃ ગીતા મહેતા, ગાંધીનગર
First published: February 12, 2018, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading