Home /News /madhya-gujarat /

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસ ભારે! જુઓ કયા દિવસે ક્યાં છોતરા કાઢી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસ ભારે! જુઓ કયા દિવસે ક્યાં છોતરા કાઢી શકે છે વરસાદ

વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    અમદાવાદ : મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે પાણી-પાણી થઈ ગયું છે. તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આજે ફરી આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

    ભારત સરકારના હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં તો અગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વાપી, વલસાડ, દાદરાનગર હવેલી, સુરત, અને ડાંગમાં બારે વરસાદ થઈ શકે છે. તો જોઈએ કયા દિવસે ક્યાં મેઘરાજા વધારે મેઘમહેર કરી શકે છે.

    તા. 19-7-2021

    આ દિવસે દમણ-દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

    તા. 19-07-2021 થી 20-07-2021

    આ દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જેમાં દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, કચ્છ અને દીવમાં ધમાકેદાર વરસાદ થઈ શકે છે.

    તા. 20-07-2021 થી 21-07-2021

    આ દિવસે દમણ, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, કચ્છ અને દીવમાં વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં વાતાવરમ ડ્રાય રહી શકે છે.

    તા. 21-07-2021 થી 22-07-2021

    દક્ષિણ ગુજરાત, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે, મધ્યમ અને છૂટોછવાયો વરસાદ રહેશે.

    22-07-2021 થી 23-07-2021

    દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાતના સ્થળો, સૌરાષ્ટમાં પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ થઈ શકે છે.

    ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદની તોફાની ઈનિંગમાં ચારેકોર જળભરાના દૃશ્યો સામે આવ્યા હતા. ચોમાસાની આ તોફાની બેટિંગમાં વલસાડમાં આભ ફાટ્યુ છે. વલસાડમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ-વાપીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વલસાડમાં ચોવીસ કલાકથી ધોધમાર વરસાડ પડ્યો છે. જો જિલ્લાના વરસાદની વાત કરવામાં આવે તો વલસાડમાં ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં બે કલાકમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ચાર કલાકમાં વલસાડ શહેરમાં બે કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે ધરમપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन