48 કલાક ભારે વરસાદની આગાહી ; વડોદરામાં વીજળી પડતા એકનું મોત, પાંચ દાઝ્યા

News18 Gujarati
Updated: June 28, 2019, 3:43 PM IST
48 કલાક ભારે વરસાદની આગાહી ; વડોદરામાં વીજળી પડતા એકનું મોત, પાંચ દાઝ્યા
પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી છે, સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી,  અમદાવાદ  : ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં વીજળી પડતાં છ લોકો દાઝી ગયા હતા. છ લોકોમાંથી એક વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું છે.

આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે.

સેટેલાઇટ તસવીર


આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી છે. સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો છે. આ ઉપરાંત બીજા નંબરે વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

NDRFની 15 ટીમ ખડેપગે

રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે NDRFની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વડોદરાના કરજણમાં સૌથી વધારે અઢી ઇંચ વરસાદ

પાણીની લાઈનો તપાસવાનો આદેશ

ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દરેક ગામમાં પાણીની લાઈનના ચેકિંગ માટે સરપંચ અને તલાટીઓને આદેશ કરાયા છે. ચોમાસાની સિઝન શરૂ થતા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રૂપે આ આદેશ આપવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન જો લિકેજ મળે તો 24 કલાકમાં ફોલ્ટ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લાની દરેક નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત પાસેથી પાણી અને ગટર લાઇનના નકશા પણ મંગાવવામાં આવ્યા છે. આના પરથી પાણીની લાઈન કેટલી જૂની છે તેની માહિતી તેમજ તે વિસ્તારમાં અગાઉ ફાટી નીકળેલા રોગચાળા અંગે પણ રીવ્યૂ કરવામાં આવશે.
First published: June 28, 2019, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading