રાજ્યના 210 તાલુકામાં મેઘમહેર, કાલાવાડમાં 13.1, પડધરીમાં પોણા 7 ઇંચ સાથે વરસાદે ભુક્કા બોલાવ્યા

News18 Gujarati
Updated: July 6, 2020, 9:48 PM IST
રાજ્યના 210 તાલુકામાં મેઘમહેર, કાલાવાડમાં 13.1, પડધરીમાં પોણા 7 ઇંચ સાથે વરસાદે ભુક્કા બોલાવ્યા
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા છે. હાઇવેથી લઈને સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, જાણો સવારે 6.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યાસુધી રાજ્યમાં ક્યા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujaratrains)માં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદની ધમાકેદાર બેટિંગમાં રાજ્યનું સૌરાષ્ટ્ર અને કચ્છ તરબતર ભીંજાયું છે. રાજ્યમાં 6 જુલાઈના રોજ સવારે 6.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યાથી સુધી 1 એમ.એમ.થી લઈને 13.1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 14 કલાકમાં સૌથી વધુ જામનગરના કાલવાડમાં અને રાજકોટના પડધરી અને જામનગરના ધ્રોલમાં વરસાદ ખાબક્યો છે.

મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતા અનેક ઠેકાણે ગામડાઓ બેટમાં તબદીલ થયા છે. રાજ્યના સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્ટેટ ઇર્મજન્સી સેન્ટરમાં નોંધાયેલા ડેટા મુજબ રાજ્યમાં કાલવાડમાં 13.1 ઇંચ, રાજકોટના પડધરીમાં પોણા 7 ઇંચ, જામગરના ધ્રોલમાં પોણા 7 ઇંચ, ક્ચચના ભચાઉમાં પાંચ ઇંચ, રાજકોટ શહેરમાં પોણા પાંચ ઇંચ, જામનગરના જોડિયામાં સાડાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હોય તેવા તાલુકામાં મોરબીના ટંકારામાં 4 ઇંચ, રાજકોટના લોધિકામાં 4.1 ઇંચ, ખંભાળીયામાં 4.1 ઇંચ, જામનગરના જોડિયામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે.


દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં જામનગર શહેરમાં 4 ઇંચ, જામનગરના લાપુરમાં પોણા 4 ઇંચ, જાપરાબદામાં 2.5 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 2.5 ઇંચ, મોરબીના માળીયા મીયાણામાં 2.5 ઇંચ, વરસાદ વરસ્યો છે. જ્યારે ગીરગઢડામાં 2.4 ઇંચ, જામકંડોરણામાં 2.3 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 735 નવા કેસ, 17 દર્દીનાં મોત, સુરતમાં Corona વકર્યોરાજ્યમાં અનેક તાલુકામાં 2 ઇંચ કે તેનાથી વધારે વરસાદ રાત્રે 8.00 વાગ્યા સુધીમાં નોંધાયો છે. આ વરસાદના આંકડા ચકાસીએ તો સુરતના પલસાણામાં 2 ઇંચ, મોરબીના હળવદમાં 2.1 ઇંચ, રાજકોટના જામકંડોરણમાં 2.3 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

બે ઇંચ જેટલો વરસાદ રાજ્યના અનેક તાલુકામાં થયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં 49 એમ.એમ. મોરબી શહેરમાં 48 એમ.એમ. અંજારમાં 46 એમ.એમ. નવસારી શહેરમાં 45 એમ.એમ, રાણાવાવમાં 45 એમ.એમ, વાંકાનેર, જલાલપોર અને ધ્રાંગધ્રામાં 43 એમ.એમ. તેમજ કેશોદમાં 41 એમ.એમ વરસાદ થયો છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 260 વ્યક્તિને Corona ચોંટ્યો, 159 વિસ્તારો કોરોના હોટસ્પોટ

રાજ્યના રાપર અને યાત્રાધામ ચોટીલામાં 39 એમ.એમ વરસાદ થયો છે દ્યારે દ્વારકાના ભાણવડમાં 38 એમ.એમ. ખેડામાં 37 એમ.એમ, બારડોલી શહેરમાં 37 એમ.એમ. અકલેશ્વર, વાગરા અને સુત્રાપાડામાં 36 એમએમ વરસાદ થયો છે.

આ પણ વાંચો :   વરસાદે દ્વારકામાં 87 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હજુ આગામી બે દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેશે

સુરેન્દ્રનગરના લખતરમાં અને વડોદરાના પાદરામાં 33 એમ.એમ. વરસાદ થયો છે. વાપીમાં 32 એમ.એમ. અને માતર તેમજ ઉમરપાડામાં 31 એમ.એમ. વરસાદ થયો છે. આ ઉપરાંત અનેક તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે. આશરે 210 તાલુકામાંથી 150 તાલુકામાં 1 એમ.એમ.થી 24 એમએમ વરસાદ નોંધાયો છે.
Published by: Jay Mishra
First published: July 6, 2020, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading