5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગરમાં વીજળી પડતાં 3 લોકો દાઝ્યાં

5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગરમાં વીજળી પડતાં 3 લોકો દાઝ્યાં
ભાવનગરમાં સ્કૂલમાં પાણી ભરાયા

હવામાન વિભાગ તરફથી આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત માટે સારા સમારાર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જે અનુસંધાન હવામાન વિભાગ તરફથી આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ પવનની ઝડપ વધારે હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

  ગુજરાત વરસાદ અપડેટ્સ:  ભાવનગર શહેરમાં મંગળવારે પડેલા વરસાદને કારણે કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદના પામી શાળામાં ઘુસી ગયા હતા જેના કારણે બાળકોને પાણીમાં ચાલવાની પડી ફરજ પડી હતી. શહેર નાકાળિયાબીડ, રેલવે સ્ટેશન, શાસ્ત્રીનગર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખોલી નાખી હોય તેમ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

  આ પણ વાંચો : મંગળવારે બપોર સુધી સોનગઢ- ડેડિયાપાડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ

  અમરેલીમાં વરસાદ

  મંગળવારે અમરેલી અને સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથક પર મેઘરાજાનું આગમન થયું હતું. સાવરકુંડલા શહેરમાં મધ્યમગતિથી વરસી રહ્યો છે. તાલુકાના વંડા, મેકડા, વાશીયાળી, ભમોદ્રા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા-જેસર પટ્ટી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લીલીયાથી લોકા, લોકી, ભેંસવડીનો રસ્તો વરસાદને કારણે બંધ થયો છે. ગામ નજીક રોડ પર સ્થાનિક નાળામાં પૂર આવતા રસ્તા બંધ થયા હતા.

  સુરેન્દ્રનગરમાં વીજળી પડતા ત્રણ ઘાયલ

  મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપાર ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલા લોકો પર વીજળી પડતા ત્રણ લોકો દાઝી ગયા છે. તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  સુરતના કિમમા ઠેર ઠેર પાણી ભરાયા

  સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, તો અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

  ભાવનગર જિલ્લામાં વરસાદ

  મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો શહેરીજનોને ગરમીમાં રાહત મળી છે. મંગળવારે સવારથા છ વાગ્યાથી 12 વાગ્યા સુધી ઘોઘામાં14 મિમી, ભાવનગર શહેરમાં 51 મિમી, તળાજામાં 13 મિમી, શિહોરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.  મધુબન ડેમનો ઐતિહાસિક મહેલ દેખાયો

  વલસાડના મધુબન ડેમમાં પાણીનું સ્તર ઘટના ઐતિહાસિક મહેલનો ભાગ દેખાયો છે. ડેમના નિર્માણ બાદ આ મહેલ પાણીના ડૂબમાં ગયો હતો. મહેલનો ભાગ દેખાતા સ્થાનિક લોકો હોડીથી મહેલ સુધી પહોંચ્યા હતા.


   
  First published:June 25, 2019, 14:25 pm

  टॉप स्टोरीज