રાજ્યમાં વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઇંચ વરસાદ, કરજણ-વાઘોડિયામાં સવારે બે-બે ઇંચ પડ્યો

News18 Gujarati
Updated: June 28, 2019, 12:33 PM IST
રાજ્યમાં વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઇંચ વરસાદ, કરજણ-વાઘોડિયામાં સવારે બે-બે ઇંચ પડ્યો
સાપુતારા વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 શહેરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 24 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે 28મી તારીખે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 25 જિલ્લાના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ અંકલેશ્વરમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 શહેરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ

અંકલેશ્વરમાં સાત ઇંચ, ભરુચ શહેરમાં 4.5 ઇંચ, સુરતના કામરેજમાં સવા ચાર ઇંચ, સુરતના માંગરોળમાં ચાર ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં ત્રણ ઇંચ, સુરતના પલસાણામાં ત્રણ ઇંચ, ભરૂચના વાલીયામાં 64 એમએમ, ગણદેવીમાં 63 એમએમ, કવાંટમાં 59 એમએમ, સુઇગામમાં 52 એમએમ, લખતરમાં 52 એમએમ, નાંદોદમાં 44 એમએમ, હાંસોટમાં 41 એમએમ, જંબુસરમાં 41 એમએમ, ચીખલીમાં 37 એમએમ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો :  24 કલાક ભારે વરસાદની આગાહી, જામનગરમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

શુક્રવારે સવારે વડોદરા જિલ્લામાં વરસાદ

શુક્રવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ અને વાઘોડિયામાં બે-બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સવારે ડભોઈમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો નવસારીના ખેરગામમાં એક ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં 14 એમએમ વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારે રાજ્યના કુલ 33 શહેરમાં વરસાદ નોંધાયો હતો.
First published: June 28, 2019, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading