રાજ્યના 128 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

News18 Gujarati
Updated: June 26, 2019, 8:04 AM IST
રાજ્યના 128 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સાપુતારા વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29મી જૂન સુધી આખા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાત : પાંચ દિવસ વરસાદની આગાહી વચ્ચે મંગળવાર સાંજ સુધી રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ મેંદરડામાં ચાર ઇંચ નોંધાયો છે. જ્યારે માણાવદરમાં અને વાંકાનેરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29મી જૂન સુધી આખા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સાથે જ હવામાન વિભાગ તરફી આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વિધિવત ચોમાસાના પ્રારંભની જાહેરાત

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયાની જાહેરાત મંગળવારે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી. મંગળવારે જામનગરના લાલપુર, તાપીના સોનગઢ, નર્મદાના ડેડિયાપાડા અને જૂનાગઢના માણાવદરમાં આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. મંગળવારે રાજ્યના 25 જેટલા નાના અને મોટા શહેરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : કચ્છઃ રાપરના ગેડી ગામે ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોનાં મોત

અમદવાદમાં બે દિવસ વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ બની રહેશે અને વરસાદ પડશે તેવી આગાહી વચ્ચે આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બુધવારે પવનની ગતિ વધવાની સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ વાતાવરણમાં પલટો આવ્યા છતાં ગરમી અને બફારાનું પ્રમણ વધ્યું હતું.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગહી વ્યક્ત કરી છે.
First published: June 26, 2019, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading