રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો: આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

News18 Gujarati
Updated: July 24, 2020, 1:25 PM IST
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો: આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
સેટેલાઇટ તસવીર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24થી 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે (Weather Department) આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ત્રણ દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે. જે અનુસંધાને આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ (Gujarat Rain Forecast) પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24થી 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.

આ પણ વાંચો : સુરત : વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અત્યાર સુધીમાં સિઝનનો 51% વરસાદ વરસ્યો

શુક્રવારે રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો :

પોરબંદર : શુક્રવારે પોરબંદર જિલ્લાના બરડા પંથક અને ઘેડ પંથકના અમુક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પોરબંદર શહેર અને જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

મહીસાગર : જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ અમુક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.

સુરત શહેર અને જિલ્લો : સુરત શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે શરુ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાના બારડોલી, માંડવી, મહુવા, પલસાણા, કામરેજ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો : અમદાવાદ : 'તને કોઈ જુએ એ લાયક નહીં રાખું,' પતિની પત્નીને ધમકી

અરવલ્લી : જિલ્લામાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. મેઘરેજ અને મોડાસા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે માલપુર, બાયડ, ધનસુરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી ચોમાસું પાકને જીવતદાન મળ્યું છે.

પંચમહાલ : ગોધરામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવણી પછી વરસાદ ન થતાં ખેડૂતોને પોતાનો ઊભો પાક સુકાઈ જવાની ભીતિ લાગી રહી હતી. સમયસર વરસાદનું આગમન થઈ જતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
Published by: Vinod Zankhaliya
First published: July 24, 2020, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading