ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા માટે નેતાઓની રેસ , કાંટાળો તાજ કોણ પહેરશે? 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા માટે નેતાઓની રેસ , કાંટાળો તાજ કોણ પહેરશે? 
પ્રતિકાત્મક તસવીર

પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા રાજીનામા હાઇ કમાન્ડે સ્વિકાર કર્યા છે. ત્યારે હવે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા માટે મંથન ચાલી રહ્યું છે. પ્રમુખ માટે ત્રણ નામ અને વિપક્ષ નેતા માટે ૨ નામ ચર્ચામાં છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતની 6 મહાનગરપાલિકા અને પંચાયત ચૂંટણી કોંગ્રેસ પાર્ટીના (congress party) રકાસ થયો છે . જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં  કોગ્રેસ ડબ્બા ડિઝીટ પાર કરી શકી નથી. કોગ્રેસનો મહાનગર પાલિકા બાદ પંચાયતમાં કારમો પરાજ્ય થયો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit chavda) અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું (Resignation) આપ્યું છે . દિલ્હી હાઇ કમાન્ડે રાજીનામા સ્વિકાર પણ કર્યો છે . તેમજ માર્ચ અંત સુધીમાં નવા કોગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા નિમણૂક કરવાની જાહેરાત કરી છે .

કોંગ્રેસ જાણકાર સુત્રો માહિતી આપી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા રાજીનામા હાઇ કમાન્ડે સ્વિકાર કર્યા છે . ત્યારે હવે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા માટે મંથન ચાલી રહ્યું છે. હવે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ તેના નામ પર ચર્ચા ચાલી રહી છે.કોંગ્રેસમાં હાલ પ્રમુખ પદની રેસમાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા, પૂર્વ સાસંદ અને ઉત્તર ગુજરાત ઠાકોર સમાજમાં નેતા જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ નામ પર ચર્ચા ચાલી રહી છે . તો વિપક્ષ નેતા પદ માટે બે નામ ચર્ચા ચાલી રહી છે વિધાનસભા કોંગ્રેસ ઉપ નેતા શૈલેષ પરમાર , અને ઉના ધારાસભ્ય પુંજા વંશ નામની ચર્ચા ચાલી રહી છે ,

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

વિપક્ષ નેતા પદ પર અત્યાર સુધી એક પણ વાર દલિત વ્યક્તિ આવ્યા નથી. કોંગ્રેસ વિપક્ષ પદ દલિત આપશે તો એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરાશે . તે જ રીતે પુજા વંશ કોળી સમાજમાંથી આવે છે . ગુજરાત કોળી સમાજનું પ્રભુત્વ મોટું રહ્યું છે.

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આથી કોંગ્રસ કોળી કાડ પર રમી શકે છે . પ્રમુખ માટે ઓબીસી સમાજથી અર્જૂનભાઇ મોઢવાડિયા અને જગદીશ રાઠોડ નામ ચાલે છે . તો ૨૦૧૫ પાટીદર આંદોલનથી લાઇમલાઇટ માં આવેલ અને ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમા જોડાયેલ અને વર્તમાન કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ નામ પણ પ્રમુખ પદ માટે મોખરે ચાલી રહ્યું છે .દિલ્હી હાઇ કમાન્ડ આખરે નિર્ણય લેશે કે કોણ નવા પ્રમુખ અને વિપક્ષ નેતા બનશે . પરંતુ માર્ચના અંત સુધીમાં નામ પર મ્હોર દિલ્હી હાઇ કમાન્ડ મારશે તેવું જાણકાર સુત્રો માહિતી આપી રહી છે.
Published by:ankit patel
First published:March 03, 2021, 23:29 pm