Home /News /madhya-gujarat /

Gujarat Politics: કોંગ્રેસ નેતાઓની નારાજગી વચ્ચે મોટા સમાચાર, પ્રદેશ કોંગ્રેસ સંગઠન પાર્ટ -2ની થશે જાહેરાત

Gujarat Politics: કોંગ્રેસ નેતાઓની નારાજગી વચ્ચે મોટા સમાચાર, પ્રદેશ કોંગ્રેસ સંગઠન પાર્ટ -2ની થશે જાહેરાત

કોંગ્રેસ કાર્યાલય ફાઈલ તસવીર

Gujarat Assembly Election Congress Party: કોંગ્રેસ પક્ષ ટુક સમયમાં જ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનું પાર્ટ - 2 જાહેર કરશે. જેમાં 182 સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. હાર્દિક પટેલ (Hardik Patel) સહિત નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે . તેમની વચ્ચે કોંગ્રેસ સંગઠન લઇ મોટા સમાચાર બહાર આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણી (Assembly Election) ધ્યાનમાં રાખી સંગઠન નિમણૂક કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના જાણકાર સુત્રો પાસેથી મળેલા માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ ટુક સમયમાં જ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનું પાર્ટ - 2 જાહેર કરશે. જેમાં 182 સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે. આ ઉપરાત એક તરફ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. ત્યા કોંગ્રેસ પક્ષ નવા ત્રણ કાર્યકરી પ્રમુખ નિમણૂક કરી શકે છે. કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને દલિત સમાજમાંથી કાર્યકારી પ્રમુખમાં યુવા ચહેરાને સ્થાન અપાશે.

કોંગ્રેસ સંગઠન પાર્ટ - 2માં 182 મંત્રી હશે. તેઓને એક વિધાનસભા બેઠક દિઠ પ્રદેશ કક્ષાથી જવાબદારી સોપવામા આવશે. આ ઉપરાત 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે. મંત્રી એટલે સેક્રેટરી સાથે જોઇન્ટ સેક્રેટરી નિમણૂક પણ કરાશે. કોંગ્રેસ નવું સંગઠન વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી જમ્બો હશે. તમામ જિલ્લા અને સમાજના પ્રતિનિધિઓ સ્થાન અપાશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ BRTS રૂટમાં ઘોડા પર સ્ટંટનો Video viral, છ પૈકી ચાર ઝડપાયા

તમામ 182 મંત્રીઓને વિધાનસભા બેઠક દિઠ બનાવાશે પ્રભારી ( ઇન્ચાર્જ ) બનાવાશે .અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપ પ્રમુખ અને મહામંત્રી જાહેરાત કરાઇ હતી. જેમાંથી 26 લોકસભા બેઠક દિઠ એક ઉપ પ્રમુખ અને એક મહામંત્રીને ઇન્ચાર્જ બનાવાશે. આ ઉપરાત અન્ય મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભારી બનાવામા આવશે.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું મારા દીકરાને લાયક નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા.. નહિ તો..

દરેક વિધાનસભા દિઠ સેક્રેટરી ઉમેદવાર પંસદગી માટે રીપોર્ટ તૈયાર કરશે. જે લોકસભા ઇન્ચાર્જ પાસે જશે. અને ત્યાર બાદ ચાર સહ પ્રભારી છે જેઓ ઝોન દિઠ ઇન્ચાર્જ હશે. તેઓ પાસે ઉમેદવારનો અહેવાલ એટલે કે રીપોર્ટ આપવામા આવશે.

મહત્વપૂર્ણ છે કે કેટલાક નેતાઓ સંગઠનમાં યોગ્ય સ્થાન ન મળતા નારજ થયા છે અથવા તેઓના સમર્થકોને સંગઠનમાં જવાબદારી આપવા ખેંચતાણ કરી રહ્યા છે . ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમા તમામ સમાજ અને વિસ્તારને સમાવેશ કરવા પ્રયાસ કરશે.
Published by:ankit patel
First published:

Tags: Gujarati news, ગુજરાત કોંગ્રેસ

આગામી સમાચાર