અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકારણ (Gujarat Politics) ભારે ગરમાયુ છે. આજે હાર્દિક પટેલના (Hardik Patel) પિતા ભરત પટેલની પ્રથમ પુણ્યતિથિ અંગે મોટા કાર્યક્રમનું વિરમગામમાં આયોજન થયુ છે. જેમાં સવારે 6.30 કલાકથી જ અનેક કાર્યક્રમો શરૂ થયા છે. જેમાં મોટા પ્રમાણમાં લોકોની સાથે રાજકીય આગેવાનોએ પણ હાજર રહ્યા હતા. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે અહીં રામ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી છે. મેં પહેલા પણ કહ્યુ છે અને અત્યારે પણ કહું છુ કે, હું રઘુવંશ લવકુશનો સંતાન છું,મારાથી મોટો હિંદુ કોઇ ન હોય શકે. આ સાથે હાર્દિકની નારાજગી પર કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું પણ સૂચક નિવેદન સામે આવ્યું છે કે, હાર્દિક અમારા પરિવારનો અભિન્ન અંગ છે. ત્યારે આ બધી વાતો પરથી લાગી રહ્યું છે કે, હાર્દિક પટેલનું ઘીના ઠામમાં ઘી પડ્યુ છે.
' અમે હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ'
પિતાની પુણ્યતિથિ અંગેના કાર્ચક્રમમાં પત્રકારોનં સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે હું મારા ઘરેથી શ્રીરામની મૂર્તિને મારા હાથમાં અહીં લાવ્યો છું. મારે એ સાબિત કરવાની જરૂર નથી કે, હું રઘુવંશ લવકુશ કુળનો સંતાન છું. એટલે મારાથી મોટો હિંદુ કોઇ ન હોય શકે. મેં પહેલા પણ કહ્યુ છે અને અત્યારે પણ કહું છુ કે, અમારો પરિવાર, સમાજ વર્ષોથી રામધૂન, સુંદરકાંડના પાઠ કરતો આવ્યો છે. અમે હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.
'મારો હેતુ ગુજરાતની સડા છ કરોડ વ્યક્તિઓની સુખાકારી અંગે કામ કરવાનો'
હાર્દિકે વધુમાં જણાવ્યુ કે, સ્વાભાવિક છે કે, સુખ દુખના સાથી બનવા માટે તમારે અન્ય વ્યક્તિને બતાવવાની જરૂર છે કે, તમારો તેના પ્રત્યે પ્રેમ કેટલો છે, આદર કેટલો છે. આજે અમારા ઘરે સુખદુખનો પ્રસંગ હતો. હું એ પાર્ટીનો હજી કાર્યકારી પ્રમુખ છું એટલે મારે પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓની આગતા સ્વાગતા કરવાની મારી ફરજ છે. બધા મારા પ્રસંગમાં આવ્ચા તે આનંદની વાત છે. ધાર્મિક પ્રસંગમાં કોઇ મનદુખ ન હોય શકે. પહેલા પણ કહ્યુ હતુ કે, મારો કોઇની સાથે વ્યક્તિગત પ્રશ્ન હશે તો સુલઝાવી દઇશ. કારણ કે મારો હેતુ, ગુજરાત રાજ્યના સડા છ કરોડ વ્યક્તિઓની સુખાકારી અંગે કામ કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. એ જ ધ્યેય સાથે આગળ વધીશું.
'હાર્દિક અમારી પાર્ટીના મહત્ત્વપૂર્ણ નેતા છે'
આ પ્રસંગે હાજર કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ન્યૂઝ18ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 'હાર્દિક પટેલ અમારી પાર્ટીના કાર્યકારી પ્રમુખ છે અને તે ભાજપ સામે મજબૂતીથી લડી રહ્યા છે. હાર્દિક કોઇપણ રાજ્યમાં ચૂંટણી હોય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રયિંકા ગાંધીના નેતૃત્વમાં ભાજપની વિચારધારા સામે લડી રહ્યા છે.
અહીં પણ પરમ દિવસે યુથ કોંગ્રેસનો એક કાર્યક્રમ કર્યો. કોઇ નારાજગી નથી. તેઓ અમારી પાર્ટીના મહત્ત્વપૂર્ણ નેતા છે. અમારું લક્ષ્ય ગુજરાતમાં 125થી વધારે સીટો મેળવીને ગુજરાતમાં સત્તા પર આવવાનું છે, જેમાં તેમની શક્તિનો પૂર્ણરીતે ઉપયોગ થશે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર