Home /News /madhya-gujarat /

Gujarat Politics : મહાઠગ પર આપના ગોપાલ ઇટાલિયાએ CR પાટિલને આપ્યો જવાબ, 'બેંક ગોટાળો યાદ છે ને?'

Gujarat Politics : મહાઠગ પર આપના ગોપાલ ઇટાલિયાએ CR પાટિલને આપ્યો જવાબ, 'બેંક ગોટાળો યાદ છે ને?'

ગોપાલ ઈટાલીયાના ભાજપ પર આક્ષેપ

Gujarat Politics : ગોપાલ ઇટાલીયા ((gopal italia)) એ ભાજપ (BJP) ની ગંદી રાજનીતિ અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોતાના બેનર લગાવીને સરકારી દીવાલો ગંદી કરે છે, પરંતુ અમે પરવાનગી લઈ કઈ લખીએ તો તેમના ગુંડા ભુસી નાખે છે.

અમદાવાદ : વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપોના બાણ શરૂ થઈ ગયા છે. આજે આમ આદમી પાર્ટી (aam aadmi party) પ્રદેશ કાર્યાલય ખાતે આજે ગોપાલ ઇટાલિયા (gopal italia) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા ભાજપ (BJP) સામે સામે કટાક્ષ કર્યા છે.

ગોપાલ ઇટાલીયાએ ભાજપની ગંદી રાજનીતિ અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોતાના બેનર લગાવીને સરકારી દીવાલો ગંદી કરે છે પરંતુ અમારા કાર્યકર્તાઓએ પોતાના પૈસે ગુજરાતની ખાનગી દીવાલોમાં માલિકની લેખિત મંજૂરી મેળવી ને વોલ પેઇન્ટ કરે છે. જે સ્વ ખર્ચે હોય છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપ લોકોની દીવાલોને ગંદી કરે છે, પણ આપના વોલ પેઈન્ટ પર ગુંડા રોક ને ભૂસી નાખવા માટેનું કાવતરું કર્યું છે એ બતાવે છે ભાજપ હવે ડરી ગયું છે.

વધુમાં વાત કરતા ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે, અમે ગુજરાતની 182 વિધાનસભામાં LED વાન મૂકીને એમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના મેસેજ આપતા હતા. પરંતુ એ પણ ભાજપના ગુંડાઓએ તોડી નાંખી છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટીથી ભાજપ હવે કેટલું ડરે છે.

આ પણ વાંચોઅમદાવાદ : થલતેજ-હેબતપુર રોડ પર નાસ્તો કરવા ઉભુ રહેવું 20 લાખમાં પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો

આમ આદમી પાર્ટીનો ભાજપને વળતો જવાબ

સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હમણાં એક નવો અવતાર આવ્યો છે અને મહાઠગ ગુજરાતમાં આવે છે, જે ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે એનું નામ લેવાની જરૂર નથી એનું નામ જ ઠગ છે. આ અંગે આજે ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો કે, જેણે પોતે ડાયમંડ જ્યુબીલી કો ઓપરેટિવ બેંકમાં 58 કરોડનો ગોટાળો કર્યો હોય એ બીજાને મહાઠગ ક્યાંથી કહી શકે. જે પોતે જ એક મહાઠગ છે, આ સાંભળીને આપની પ્રેસ કોન્ફરન્સમાં તમામ લોકો ચોકી ગયા હતા. સીઆર પાટિલના 58 કરોડના બેંક ગોટાળા અંગે સુરતની જનતા બરોબર જાણે છે, એટલે જ સુરતમાં આપે ખાતું ખોલ્યું હોવાનું પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:

Tags: CR Patil, Gopal Italia, Gujarat Politics, આમ આદમી પાર્ટી, ગુજરાત ભાજપ, ગુજરાત વિધાનસભા ચૂંટણી, ભાજપ

આગામી સમાચાર