રાષ્ટ્રપતિના નિશાનથી ગુજરાત પોલીસને સમ્માનિત કરાશે, ભવ્ય પરેડ યોજાશે


Updated: December 12, 2019, 9:39 PM IST
રાષ્ટ્રપતિના નિશાનથી ગુજરાત પોલીસને સમ્માનિત કરાશે, ભવ્ય પરેડ યોજાશે
પ્રતિકાત્મક તસવીર

દેશની મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સ જેને 25 વર્ષ થઈ ગયા હોય તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે એપ્લાય કરી શકે છે. ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એ બાબતનું પ્રતિક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે.

  • Share this:
દેશના મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સને રાષ્ટ્રપતિ (President) તરફથી આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન એટલે કે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ (Presidents Colors) ગુજરાત પોલીસને (Gujarat Police) મળવા જઈ રહ્યું છે. 15 ડિસેમ્બરે ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના (Vice President Venkaiah Naidu) હસ્તે આ સન્માન ગુજરાત પોલીસને મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સન્માન મેળવવામાં ગુજરાત 7મું રાજ્ય બનશે.

ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટ્સ કલર્સ મળવા જઈ રહ્યુ છે ત્યારે આ મામલે રાજ્યના ડીજીપીએ અનેક માહિતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે આ સન્માન આ પહેલા દિલ્હી, મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોને મળ્યા છે ત્યારે ગુજરાતને મળતા 7 રાજ્યમાં સામેલ થઈ જશે.

આ પણ વાંચોઃ-પાકિસ્તાની લોકોએ બૉલિવૂડની આ એક્ટ્રેસને Google સૌથી વધારે સર્ચ કરી

દેશની મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સ જેને 25 વર્ષ થઈ ગયા હોય તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે એપ્લાય કરી શકે છે. ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એ બાબતનું પ્રતિક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. જે પોલીસ ફોર્સ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ મેળવે છે. તે રાજ્યની પોલીસ માટે શ્રેષ્ઠ સન્માન ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ-નવસારીઃ પૂજારી મંદિર કમ્પાઉન્ડમાં કરતો હતો આવું કામ, પોલીસે રંગે હાથ પકડ્યો

‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ આપવા માટે કેન્દ્રીય સ્તરની એક કમિટી હોય છે. જેમાં 7 પોલીસ વડા સામેલ હોય છે.ગુજરાત તરફથી એપ્લાય કરવામાં આવ્યુ ત્યારે તેમાં સીઆરપીએફ,બીએસએફ,સીબીઆઈ,રો,આઈબી,ઓડિયા અને હિમાચલ પ્રદેશના ડીજીપી હાજર હતા અને આમાથી કોઈ પણ ફોર્સ કે રાજ્યની પોલીસ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે અરજી કરે તો તે અરજી સાતેય પોલીસ વડાની કમિટી પાસે જાય છે. કમિટી સ્વીકારે પછી હોમ સેક્રેટરી પાસે મોકલવામાં આવે છે. હોમ સેક્રેટરી તેને હોમ મિનિસ્ટર પાસે મોકલે છે.આ પણ વાંચોઃ-અમેરિકામાં ઘૂસમાં માટે ચીની લોકોએ અપનાવી આવી રીત, પોલીસ પણ ચોંકી ગઈ

ત્યારબાદ પીએમઓ ઓફિસમાં મોકલવામાં આવે છે. પીએમઓ ઓફિસ તરફથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. આ તમામ જગ્યાએથી એક પણ અસ્વીકાર થાય તો તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ મળતો નથી. આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે.નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં બિનહથિયાર અને હથિયારી આમ કુલ 1 લાખ 6 હજાર 831 પોલીસ છે અને તેમના માટે ગર્વની વાત છે.

નોંધનીય છે કે પોલીસે ગુરુવારે પોલીસ એન્થમ પણ લોન્ચ કર્યુ છે અને જે ગીત હિન્દી ગીતકાર શંકર મહાદેવન દ્રારા બનાવવામાં આવ્યુ છે..નોંધનીય છે કે 15 ડિસેમ્બર બાદ ગુજરાતની તમામ પોલીસ ખભાના ડાભી બાજુ આ લોગો લગાવશે અને 15 ડિસેમ્બરના રોજ ભવ્ય પરેડ થશે જેમાં આર્મી અને BSFની મદદ લેવામાં આવી રહ્યુ છે.
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर