ગહલોતના નિવેદન બાદ રાજય પોલીસ જાગી, આજથી સાત દિવસ સુધી દારૂ સામે ખાસ ડ્રાઇવ

News18 Gujarati
Updated: October 10, 2019, 9:36 AM IST
ગહલોતના નિવેદન બાદ રાજય પોલીસ જાગી, આજથી સાત દિવસ સુધી દારૂ સામે ખાસ ડ્રાઇવ
ફાઇલ તસવીર

આ ડ્રાઇવ માત્ર કાગળ ઉપર ન રહે અને ખરેખર અસરકારક અને કડક કામગીરી થાય, તે માટે ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી.

 • Share this:
નવીન ઝા, અમદાવાદ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના દારૂ મામલે વિવાદિત નિવેદન બાદ હવે રાજયના પોલીસ વડા હરકતમાં આવ્યા છે. પોલીસ વડા તરફથી એક પરિપત્ર બહાર પાડીને આજથી એટલે કે 10મી ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી દારૂ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. આ ડ્રાઇવમાં સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીને પણ કેસો કરવા આદેશ આપ્યા છે. પરિપત્ર બહાર પાડીને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાં કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે કામગીરીનો રિપોર્ટ દરરોજ DGPને ઇ-મેલથી મોકલવાનો આદેશ પણ કરાયો છે.

સ્ટેટ કંટ્રોલ ACPએ પરિપત્ર બહાર પાડી રાજ્યના તમામ કમિશનરો,રેજ IG, SP સહિત તમામ લોકોને નકલ મોકલવામામં આવી છે. આ પરિપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લિસ્ટેડ બુટલેગરોઅને લિસ્ટેડ જુગારીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવે તેમજ જે લોકો સામે હાલ દારૂનો કેસ કરવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવે. આ પરિપત્રની સાથે સાથે રિપોર્ટનો એક નમૂનો પણ મોકલવામાં આવ્યો છે, આ રિપોર્ટ દરરોજ DGPને મોકલવાનો રહેશે.નોંધનીય છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે. જે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં દારૂ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાનું તેમજ ગહલોતે આવું નિવેદન આપીને ગુજરાતની જનતાનું અપમાન કર્યાનું જણાવ્યું હતું. બીજી તરફ ગુજરાતમાં વિપક્ષ તરફથી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દારૂ મુદ્દે ચાલી રહેલા દંગલ મુદ્દે હવે અઠવાડિયા સુધી દારૂના અડ્ડાઓ પર દરોડાં કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

પરિપત્રમાં શું સૂચના આપવામાં આવી છે?

રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદે પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી આવતી કાલ તા.૧૦/૧૦/૨૦૧૯ થી તા.૧૬/૧૦/૨૦૧૯ સુધી તમામ શહેર/જીલ્લા ખાતે દારૂ/જુગારની પ્રવૃતિ રોકવા માટે એક સપ્તાહની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવા વિનંતી છે. આ ડ્રાઇવ માત્ર કાગળ ઉપર ન રહે અને ખરેખર અસરકારક અને કડક કામગીરી થાય, તે માટે નીચે મુજબની બાબતો ધ્યાને લઇ કાર્યવાહી કરવી.૧) ડ્રાઇવ દરમ્યાન તમામ લીસ્ટેડ બુટલેગરો/જાણીતા જુગારીઓને ચેક કરવા અને ભૂતકાળમાં તેમની પ્રવૃતિ જયાં ચાલતી હતી અથવા હાલમાં જયાં ચાલુ હોવા સંભવ હોય તેવા સ્થળોએ રેઇડો કરાવવી.

૨) લીસ્ટેડ ઉપરાંત એવા બુટલેગરો કે જેમના પર નજીકના ભૂતકાળમાં કેસો થયેલા છે અથવા તો એવા સ્થળો કે જયાં નજીકના ભૂતકાળમાં સફળ રેઈડો થયેલી છે તેવા સ્થળોને પણ લક્ષમાં રાખી રેઇડો કરવી.૩) દારૂના વેચાણ, સંગ્રહ તથા ઉત્પાદનના સ્થળોએ તથા જુગારની જાણીતી જગ્યાઓએ મહત્તમ રેઇડો કરવાની કાર્યવાહી કરવા અને રેઈડો સફળ થાય તે પ્રમાણે વ્યુહાત્મક આયોજન કરવું.

૪) જીલ્લામાં એલ.સી.બી., તથા શહેરમાં પી.સી.બી/ડી.સી.બી., જેવી એજન્સીઓને પણ સંબંધિત જીલ્લા/ શહેરના વડાએ આ ડ્રાઇવમાં જોડવાની રહેશે અને પોતાની અંગત દેખરેખ નીચે તમામ શંકાશીલ જગ્યાઓ/ઇસમો ઉપર રેઇડ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. કોઈપણ શંકાસ્પદ સ્થળ/ઈસમ ચેક કરવાનો બાકી ન રહે તે અંગત લક્ષ આપી સુનિશ્ચિત કરવું. ઉપરાંત તાબાનાં અધીકારી/કર્મચારીઓ દ્વારા માત્ર કેસો બતાવવા પૂરતી કાર્યવાહી સીમિત ન રહે તે સુનિશ્ચિત કરવું.

૫) ઉપરોકત એજન્સી ઉપરાંત જીલ્લા/શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ આ કામગીરીમાં સક્રિયપણે જોડાયને મહત્તમ કામગીરી કરે તેવું આયોજન અને સુચના કરવાની રહેશે. એલ.સી.બી. તથા પી.સી.બી./ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થયેલ કામગીરી અલગથી પત્રકમાં દર્શાવવાની રહેશે.

૬) શહેર/રેન્જ કક્ષાએ અસરકારક કામગીરી કરવામાં આવે અને માત્ર યાંત્રિક ઢબે રેઇડો ન થાય અથવા નબળી કામગીરીથી સંતોષ માની લેવામાં ન આવે તે માટે સંબંધિત પોલીસ કમિશનર/રેન્જ વડાએ અંગત ધ્યાન આપવું અને તેઓના તાબા હેઠળના સિનિયર અધીકારીઓ આ ડ્રાઇવમાં સક્રિયપણે કામગીરી કરે તે માટે જરૂરી માર્ગદર્શન/સૂચના આપવાની રહેશે.

૭) ડ્રાઇવ દરમ્યાન કરવામાં આવેલ રોજે રોજની કામગીરીની વિગતો, આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબ, દર રોજ સવારે કલાક ૧૧/૦૦ સુધીમાં સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફેકસથી તથા ઈ-મેઇલ: dgp-g1-br@gujarat.gov.in ઉપર મોકલી આપવાની રહેશે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,203,280

   
 • Total Confirmed

  1,677,298

  +73,646
 • Cured/Discharged

  372,439

   
 • Total DEATHS

  101,579

  +5,887
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres