લૉકડાઉનમાં દારૂની બોટલો સાથે ઝડપાયો હોમગાર્ડનો જવાન


Updated: May 23, 2020, 11:57 AM IST
લૉકડાઉનમાં દારૂની બોટલો સાથે ઝડપાયો હોમગાર્ડનો જવાન
પ્રતિકાત્મક તસવીર

કેટલાક પોલીસ વિભાગ સાથે જોડાયેલ કેટલાક લોકોએ જાણે કે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો ખરા અર્થમાં કોરોના યોદ્ધા બનીને કામ કરી રહ્યા છે. લૉકડાઉનની શરૂઆતથી જ પોલીસ સતત રાત દિવસ ખડેપગે છે. જોકે, તમામ જગ્યાએ પોલીસની કામગીરીનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાક પોલીસ વિભાગ સાથે જોડાયેલ કેટલાક લોકોએ જાણે કે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે.

કેટલાક દિવસ અગાઉ શહેરના ઓઢવ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ બિયરના જથ્થા સાથે પકડાયો હતો. તો વળી  ગુરુવારે મોડી રાત્રે શહેરનાં નારણપુરા વિસ્તાર માંથી હોમગાર્ડનો જવાન દારૂની બે બોટલ સાથે ઝડપાયો છે.

આ પણ વાંચો - કોરોના વોરિયર્સની ગજબ કહાની : આ પરિવાર છેલ્લા બે મહિનાથી અલગ અલગ રહેવા મજબૂર

નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે, ખાખી ડ્રેસમાં એક વ્યક્તિ ભાવિન ચાર રસ્તાથી 132 ફૂટ રીંગ રોડ પર ટુ વ્હીલરમાં દારૂનો જથ્થો લઇ પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો છે. જેનું નામ રાહુલ શાહ અને જૂના વાડજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. જે હોમ ગાર્ડમાં ફરજ બજાવે છે. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂ ની બે બોટલ પણ કબ્જે કરી છે.
હાલમાં પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ જુઓ- 
First published: May 23, 2020, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading