ગાંધીનગર : સિરિયલ કિલરે કર્યો ઘટસ્ફોટ, આ કારણે કરી હતી 3 હત્યા

News18 Gujarati
Updated: September 15, 2019, 10:03 AM IST
ગાંધીનગર : સિરિયલ કિલરે કર્યો ઘટસ્ફોટ, આ કારણે કરી હતી 3 હત્યા
પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજવાળો જ અસલી હત્યારો નીકળ્યો

તાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલર (Serial killer) અમદાવાદમાંથી (Ahmedabad) ઝડપી પાડવામાં આવ્યો છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ :  ગાંધીનગર જિલ્લાનાં તાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલર અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. વોન્ટેડ સિરિયલ કિલર મોનિશ માલી સરખેજમાંથી ઝડપાયો છે. આ હત્યારો છેલ્લા 11 મહિનાથી પોલીસથી બચીને અલગ-અલગ રાજ્યમાં ફરતો હતો. પોલીસે થોડા સમય પહેલા ગાંધીનગરનાં એક સીસીટીવીમાં તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસે આરોપીનાં માથે ઇનામ પણ જાહેર કર્યું હતું. હાલ એટીએસ અને ગુજરાત પોલીસે આ કિલરની તપાસ હાથ ધરી છે.

હત્યારો રાજસ્થાનનો મૂળ રહેવાસી

ઝડપાયેલ સિરિયલ કિલરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યારો લૂંટનાં ઇરાદાથી જ ચોરી કરતો હતો. પહેલા પણ તે બાઇક ચોરીનાં ગુનામાં પકડાઇ ચુક્યો છે. આ હત્યારો મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યમાં ફરતો હતો. ગાંધીનગર પોલીસે થોડા સમય પહેલા એક સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતાં. તેમાં દેખાતો વ્યક્તિ જ આ હત્યારો છે. આ હત્યારાએ દરેક હત્યા બાદ લૂંટ પણ કરી હતી. જો કે આ મામલામાં હજી પૂછપરછ ચાલી રહી છે. તો આ કેસમાં હજી અનેક ઘટસ્ફોટ પણ થઇ શકે છે.

આ પણ વાંચો : ATSએ ઝડપી પાડ્યો ગાંધીનગરનો સિરિયલ કિલર, 11 મહિનાથી ફરાર હતો

હત્યા બાદ લૂંટ ચલાવતો હતો

નોંધનીય છે કે આ હત્યારા મોનિશ માલીએ પહેલી હત્યા દંતાલી ગામમાં 14મી ઓક્ટોબર 2018નાં રોજ કરી હતી. જેમાં તેણે 60 વર્ષનાં વૃદ્ધનું મોત કરીને 70 હજાર રૂપિયાનાં દાગીના ચોર્યાં હતાં. બીજી હત્યા તેણે કોબામાં 9મી ડિસેમ્બરે કરી હતી. જેમાં 75 વર્ષનાં વૃદ્ધને મોતને ઘાટ ઉતારીને લૂંટ ચલાવી હતી. જ્યારે ત્રીજી હત્યા તેણે 26મી જાન્યુઆરીનાં રોજ શેરથામાં કરી હતી. જેમાં તેણે 45 વર્ષનાં વ્યક્તિનું મોત કર્યું હતું. આમાં 2.5 લાખ રૂપિયાનાં દાગીનાની ચોરી કરી હતી.આ પણ વાંચો : ગાંધીનગરમાં સિરિયલ કિલરની ગોળીએ મરનારા ત્રણ વ્યક્તિ કોણ હતા?

ઇનામની પણ કરી હતી જાહેરાત

ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનારા સિરિયલ કિલરે ફફડાટ ફેલાવતા પોલીસે હત્યા સ્થળ સહિતના અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરતા હત્યારો રાની વ્યંડળ હોવાની શંકા મજબુત બની હતી. પોલીસે આરોપીની તસવીર અને સ્કેચ તૈયાર કરીને એક પત્રિકાઓ પણ બહાર પાડી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે 'ગાંધીનગર હત્યાનાં શકમંદ. ગુજરાત પોલીસને જાણ કરવા માટે 7621002311 પર સંપર્ક કરો. જાણ કરનારને યોગ્ય ઇનામ મળશે.'

જાણો શું હતો આખો મામલો

નોંધનીય છે કે ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યારાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના CCTV ફુટેજ મેળવ્યા હતા. જેમાં તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ સરખો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી. બાદમાં આ વ્યક્તિ રાણી કિન્નર નથી તેવું પણ સામે આવ્યું હતું.

First published: September 15, 2019, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading