અમદાવાદઃ મલાઇદાર પદ ભોગવી રહેલા PSI ઉપર આવી શકે છે તવાઇ

News18 Gujarati
Updated: May 8, 2019, 2:04 PM IST
અમદાવાદઃ મલાઇદાર પદ ભોગવી રહેલા PSI ઉપર આવી શકે છે તવાઇ
ગુજરાત પોલીસના લોગોની તસવીર

રાજ્યના પોલીસ વિભાગના એડમિન વિભાગ દ્રારા રાજ્યના તમામ પીએસઆઈની માહિતી માંગવામાં આવી છે. 26 એપ્રિલના રોજ એક પરિપત્ર જાહેર કરાયો છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગના એડમિન વિભાગ દ્રારા રાજ્યના તમામ પીએસઆઈની માહિતી માંગવામાં આવી છે. 26 એપ્રિલના રોજ એક પરિપત્ર જાહેર કરાયો છે જેમાં સ્પષ્ટ રીતે માહિતી માંગવામાં આવી છે કે તમામ પીએસઆઈઓને પોતાની છેલ્લી ત્રણ પોસ્ટિંગની માહિતી મોકલવી. આ ત્રણ પોસ્ટિંગની માહિતી દિવસોમાં મોકલવાની રહેશે. જે પણ પીએસઆઈ જે જગ્યાએ છેલ્લા ત્રણ પોસ્ટિંગ ભોગવી ચુક્યા છે. તે તમામ માહિતી વિગતવાર મંગાવવામાં આવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) નરસિમ્હા કોમાર દ્રારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત પોલીસ કમિશનર સહિત તમામ વિભાગીય વડાઓને આ પત્ર લખ્યો છે. પત્રમાં રાજ્યના પીએસઆઇઓ પોતાની છેલ્લી ત્રણ પોસ્ટિંગની માહિતી મોકલવાની રહેશે. અને આ માહિતી આગામી ત્રણ દિવસમાં મોકલવાનું પણ પત્રમાં જણાવ્યું છે.

પોલીસ સુત્રોનુ કહેવુ છે કે આ માહિતી મંગાવવા પાછળ એક કારણ સામે આવી રહ્યુ છે કે છેલ્લા ઘણ સમયથી મલાઈદાર અને સારી જગ્યાએ નોકરી કરી રહ્યા પીએસઆઈઓ ની બદલી આવી શકે છે.

PSI માટેનો પત્ર


સામાન્ય રીતે ત્રણ વર્ષે પીએસઆઈ અને પીઆઈને બદલીઓ થતી હોય છે. પરંતુ કોઈપણ રીતે સારી જગ્યાએ બદલી કરાવી લેતા કેટલાક પીએસઆઈની બદલીઓનો દોર આવી શકે છે. પોલીસના ઉચ્ચ અધિકારીના કહેવા પ્રમાણે 23 મે પછી બદલીઓ આવી શકે છે.
First published: May 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading