Home /News /madhya-gujarat /

Online ગેરકાયદેસર દવાઓ વેચતા બે ફાર્માસિસ્ટોને સસ્પેન્ડ કરાયાં

Online ગેરકાયદેસર દવાઓ વેચતા બે ફાર્માસિસ્ટોને સસ્પેન્ડ કરાયાં

પ્રતિકાત્મક તસવીર

ઓનલાઇન દવાઓનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ફાર્મસિસ્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  સંજય ટાંક, અમદાવાદ: દવાઓનું (medicine) ઓનલાઈન (online) ગેરકાયદે વેચાણ કરતા ફાર્મeસfસ્ટ સામે ફાર્મસી કાઉન્સિલ (Pharmacy Council) એ લાલ આંખ કરી છે. ઓનલાઇન દવાઓનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ફાર્મસિસ્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  દવાઓના ઓનલાઈન વેચાણ માટે હજુ સુધી કોઈ કાયદા-કાનૂન ઘડવામાં આવ્યા નથી અને આવી ઈ-ફાર્મસીઓ શરૂ કરવાના વિરોધમાં દેશભરમાં અનેક અદાલતમાં કેસો પેન્ડિંગ છે. આમ છતાં દવાઓનું ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ સામે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે કડક કાર્યવાહી શરૂ કરી છે.

  આવી ઈ-ફાર્મસીઓ સાથે સંકળાયેલા બે ફાર્માસિસ્ટના સ્ટેશન પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન એક્ટની કલમ 8 અને 9 હેઠળ તેઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

  કાઉન્સિલના પ્રમુખ મોન્ટુભાઈ પટેલે આ માહિતી આપતા કહ્યું હતું કે, જાગૃત નાગરિકો તરફથી કાઉન્સિલ સમક્ષ એવી ફરિયાદ કરવામાં આવી હતી કે ઈ-ફાર્મસીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. અમે તે ફરિયાદો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાતને તત્કાળ કાર્યવાહી માટે મોકલી આપી છે. બીજી બાજુ કાઉન્સિલે ઈ-ફાર્મસીઓ સાથે સંકળાયેલા બે ફાર્માસિસ્ટો મીત કાપડિયા અને વસીમ પઠાણના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યા છે.

  મેડિકલ સ્ટોર માટે લાઇસન્સ ભાડે આપવાના ગોરખધંધાનો પર્દાફાશ

  મેડિકલ સ્ટોર માટે પોતાનું લાઇસન્સ ભાડે આપી પોતે અન્યત્ર નોકરી કરી બે જગ્યાએથી કમાણી કરવાનો ગોરખધંધો સામે આવ્યો છે. ફાર્મસી કાઉન્સિલની કમિટિએ તાજેતરમાં 84 અને ત્રણ મહિનામાં 138 ફાર્માસિસ્ટોના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. ફાર્મસી એક્ટ, 1948ના નિયમ-36 અંતર્ગત આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ વધારે 150 ફાર્માસિસ્ટોની સુનાવણી ચાલુ છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Online sale, Pharmacy, Suspended, ગુજરાત, દવા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन