લાલજી પટેલને કોણે માર્યા? મેડિકલ અને FSL તપાસ કરાશે

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 3:07 PM IST
લાલજી પટેલને કોણે માર્યા? મેડિકલ અને FSL તપાસ કરાશે
#મહેસાણામાં રવિવારે જેલ ભરો આંદોલન હિંસક બનતાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવમાં લાલજી પટેલે પોલીસના દમનની વાત કરી હતી તો પોલીસે પથ્થરમારામાં ઇજા થવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પી પી પાંડેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મેડિકલ અને એફએસએલની તપાસ બાદ સાચુ કારણ જાણવા પ્રયાસ કરાશે.

#મહેસાણામાં રવિવારે જેલ ભરો આંદોલન હિંસક બનતાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવમાં લાલજી પટેલે પોલીસના દમનની વાત કરી હતી તો પોલીસે પથ્થરમારામાં ઇજા થવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પી પી પાંડેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મેડિકલ અને એફએસએલની તપાસ બાદ સાચુ કારણ જાણવા પ્રયાસ કરાશે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 3:07 PM IST
  • Share this:
ગાંધીનગર #મહેસાણામાં રવિવારે જેલ ભરો આંદોલન હિંસક બનતાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવમાં લાલજી પટેલે પોલીસના દમનની વાત કરી હતી તો પોલીસે પથ્થરમારામાં ઇજા થવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પી પી પાંડેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મેડિકલ અને એફએસએલની તપાસ બાદ સાચુ કારણ જાણવા પ્રયાસ કરાશે.

100થી વધુ SRP ટુકડીઓ

મહેસાણામાં જેલભરો આંદોલનને પગલે થયેલી હિંસાને લઈને રાજ્યના ઇન્ચાર્જ ડી જી પી પી પી પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી સુરક્ષા અને બંદોબસ્તની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે બનેલી ઘટનાને પગલે સંવેદનશીલ શહેરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. ૧૦૦ થી વધુ એસ આર પી જવાનો ની ટુકડી, એસ આર પી મહિલા મહિલા ટુકડી, આર એફ એ ના જવાનો તથા ખાસ ચેતક કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે . મહેસાણામાં બનેલી ઘટનાને લઈને પોલીસે ૭ થી ૮ ગુનાઓ નોંધ્યા છે.

લાલજીને કોણે ઇજા પહોંચાડી?

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ ઇજાગ્રસ્ત થવાના મામલે ડીજીપી પાંડેએ કહ્યું હતું કે, લાલજી પટેલ ને કોના દ્વારા ઈજા પહોંચી છે તે મેડીકલ ચેકપ અને એફ એસ એલ ની તપાસ બાદ ખબર પડશે અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.

અસામાજિક તત્વોની વિગત આપોજનતાને અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે,  જો કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવુત્તિ કરતા જણાય તો તેનો વિડીયો કે ફોટો લઇ પોલીસને જાણ કરો કે જેથી આવા તત્વોને ઉઘાડા પાડી શકાય તેમજ આવી માહિતી આપશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે,

લગ્નમાં 100થી200 રાઉન્ડ ફાયરીંગ થાય

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રવિવારે યોજાયેલા લગ્ન પ્રસંગે કોઇ શખ્સ દ્વારા ફુલેકા દરમિયાન હવામાં ફાયરીંગ કરવાના મામલે તેમણે હળવા મૂડમાં જવાબ આપ્યો હતો. લગ્નમાં થયેલા ફાયરીંગ વિષે પૂછતાં ફાયરીંગ કરવાની ઘટનાને સામાન્ય ગણાવી હતી અને  યુ પીમાં તો લગ્નમાં ૧૦૦ થી ૨૦૦ રાઉન્ડ ફાયરીંગ થતું હોવાનું જણાવ્યું હતું. 
First published: April 18, 2016, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading