જામીન મળ્યા બાદ હાર્દિકે કહ્યું-ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો, બહાર આવી રણનીતિ બનાવીશું

Haresh Suthar | Pradesh18
Updated: July 8, 2016, 4:44 PM IST
જામીન મળ્યા બાદ હાર્દિકે કહ્યું-ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો, બહાર આવી રણનીતિ બનાવીશું
ઓક્ટોબર 2015થી જેલમાં બંધ હાર્દિક પટેલને આજે હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજદ્રોહના ગુનામાં શરતી જામીન મળ્યા બાદ હાર્દિક પટેલે પ્રદેશ18 ઇટીવીને જણાવ્યું હતું કે, ન્યાય તંત્ર પર સંપૂણ ભરોસો છે અને બંધારણ મારા માટે મહાન છે.

ઓક્ટોબર 2015થી જેલમાં બંધ હાર્દિક પટેલને આજે હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજદ્રોહના ગુનામાં શરતી જામીન મળ્યા બાદ હાર્દિક પટેલે પ્રદેશ18 ઇટીવીને જણાવ્યું હતું કે, ન્યાય તંત્ર પર સંપૂણ ભરોસો છે અને બંધારણ મારા માટે મહાન છે.

  • Pradesh18
  • Last Updated: July 8, 2016, 4:44 PM IST
  • Share this:
અમદાવાદ #ઓક્ટોબર 2015થી જેલમાં બંધ હાર્દિક પટેલને આજે હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજદ્રોહના ગુનામાં શરતી જામીન મળ્યા બાદ હાર્દિક પટેલે પ્રદેશ18 ઇટીવીને જણાવ્યું હતું કે, ન્યાય તંત્ર પર સંપૂણ ભરોસો છે અને બંધારણ મારા માટે મહાન છે. આંદોલન અંગે પુછતાં તેણે કહ્યું હતું કે, બહાર આવી રણનીતિ બનાવીશું.

જેલમાં વધુ સશક્ત થયો

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં બંધારણ મહત્વનું છે. ન્યાયતંત્ર પર પુરો ભરોસો છે. જેલમાં સશક્ત મનનો માણસ બની ગયો છે. ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. બંધારણ મહાન છે.

સરકાર-મધ્યસ્થીઓની ભૂમિકા નથી

હાર્દિક પટેલે કહ્યું હતું કે, ન્યાયતંત્ર પર ભરોસો છે અને ન્યાયતંત્રએ જ જામીન આપ્યા છે. સરકાર કે મધ્યસ્થીઓની આમાં કોઇ ભૂમિકા હોવાનો તેણે ઇન્કાર કર્યો હતો.

વગર દિવાળીએ દિવાળી પાટીદાર અનામત આંદોલનને પગલે છેલ્લા નવેક માસથી જેલની કોટડીમાં બંધ પાસ નેતા હાર્દિક પટેલને આજે હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલને આજે હાઇકોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટે આજે જામીન આપતાં પાસ કાર્યકરોમાં ખુશીનો માહોલ પ્રસર્યો છે અને વગર દિવાળીએ દિવાળી હોવાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

જેલ મુક્તિ માટે 11મી પર મદાર

અહીં નોંધનિય છે કે, રાજદ્રોહના ગુનામાં હાર્દિકને છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે શરતી જામીન મળ્યા છે. પરંતુ હજુ અન્ય કેસ ચાલુ હોવાથી હાલ હાર્દિક જેલ બહાર નહી આવી શકે. જોકે આ અંગે આગામી 11મીએ વધુ સુનાવણી હાથ ધરાશે અે બાદ હાર્દિકના બહાર આવવાનો માર્ગ મોકળો બનશે.

 
First published: July 8, 2016, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading