આજે બંધના એલાન વચ્ચે પાટીદાર અગ્રણીઓની સરકાર સાથે બેઠક

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 12:02 PM IST
આજે બંધના એલાન વચ્ચે પાટીદાર અગ્રણીઓની સરકાર સાથે બેઠક
#પાટીદાર અને પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પાસ દ્વારા અપાયેલા આજના ગુજરાત બંધના એલાન વચ્ચે પાટીદાર સમાજના અગ્રણીઓ આજે સરકાર સાથે આ મામલે બેઠક કરવાના છે.

#પાટીદાર અને પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પાસ દ્વારા અપાયેલા આજના ગુજરાત બંધના એલાન વચ્ચે પાટીદાર સમાજના અગ્રણીઓ આજે સરકાર સાથે આ મામલે બેઠક કરવાના છે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 12:02 PM IST
  • Share this:
અમદાવાદ #પાટીદાર અને પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પાસ દ્વારા અપાયેલા આજના ગુજરાત બંધના એલાન વચ્ચે પાટીદાર સમાજના અગ્રણીઓ આજે સરકાર સાથે આ મામલે બેઠક કરવાના છે.

પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ અને સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા પાટીદારોને અનામતની માંગ સાથે રાજ્યમાં આંદોલન ઉગ્ર બનાવાઇ રહ્યું છે. રવિવારે મહેસાણાના જેલ ભરો આંદોલન દરમિયાન થયેલા બનાવોને પગલે રાજ્યમાં ફરી આ આંદોલન ઉગ્ર બન્યું છે.

આ સંજોગોમાં સરકાર દ્વારા આ મામલે બનાવાયેલી સમિતિના સભ્યો તથા પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે આજે બપોરે ખાસ બેઠક થનાર છે. જેને લઇને પણ અટકળો તેજ બનવા પામી છે. આ બેઠક થશે કે કેમ એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે જાણવા મળ્યા મુજબ આ બેઠક થશે જ પરંતુ સમયમાં ફેરફાર થઇ શકે છે એવું સુત્રો કહી રહ્યા છે.
First published: April 18, 2016, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading